DAHOD

સંજેલી તાલુકાના મોટા કાળીયા ગામમાં ૧૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઇ

તા.25.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલી તાલુકાના મોટા કાળીયા ગામમાં ૧૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઇ

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના પ્રત્યેક ગામના ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવાના આહ્વાનને ખરા અર્થમા સાર્થક કરવા દાહોદ જિલ્લામાં એક અભિયાન સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા ગત રોજ સંજેલી તાલુકાના મોટા કાળીયા ગામમાં એક તાલીમ કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને બાગાયતી પાકો અને આઇ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ વિવિધ યોજનાલક્ષી માહિતી તથા જમીનને વધુ ફળદ્રુપ બનાવવા, પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત વગેરે બનાવવા અને તેના ઉપયોગ કરવાની રીત તેમજ પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી થતા ફાયદા અને લાભ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુમા વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, દાહોદ દ્વારા જિલ્લામાં ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. તેમાં ખેડૂતો પણ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે. જે અંતર્ગત ગત તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ સંજેલી તાલુકાના મોટા કાળીયા ગામમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા બાગાયતી ખેતી અંગે ૧૦૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.

તાલીમમાં બાગાયત અધિકારી બી.એ. પરમાર તથા પી.ડી. ઠાકર દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી

૦૦૦

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!