DAHOD

દાહોદ બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે દિવ્યાંગો માટે નિઃશુલ્ક તપાસ અને વિતરણ કેમ્પનો કાર્યક્રમ યોજાયો

તા.02.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે દિવ્યાંગો માટે નિઃશુલ્ક તપાસ અને વિતરણ કેમ્પનો કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં ૧૦૦ જેટલા દિવ્યાગોને કેલિપર્સ – કુત્રિમ પગની સહાય

દિવ્યાંગ વ્યક્તિઓએ હિંમત અને વિશ્વાસથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ – કલેકટર ડો. ગોસાવી

દાહોદના બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે દિવ્યાંગ ભાઈ બહેનો માટે કૃત્રિમ પગ અને કેલિપર્સની નિઃશુલ્ક તપાસ અને વિતરણ કેમ્પનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કલેકટર ડો. હર્ષિત ગોસાવી ઉપસ્થિત રહયાં હતા. કાર્યક્રમમાં ૧૦૦ જેટલા દિવ્યાગોને કેલિપર્સ – કુત્રિમ પગની સહાય કરવામાં આવી હતી

કલેકટર ડો. ગોસાવીએ દરિદ્રનારાયણ માટેના આવા સેવાયજ્ઞ યોજતી સંસ્થાઓને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, વિદેશોમાં આ પ્રકારના કુત્રિમ પગ ૭-૮ લાખની કિંમતમાં મળતા હોય છે. જ્યારે અહીં સેવાભાવી સંસ્થાઓને કારણે ૭-૮ હજારમાં મળતા હોય છે. તેમાંય અમદાવાદની શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ – જયપુર ફુટ સેન્ટર દ્વારા નિઃશુલ્ક દિવ્યાગોને વિતરિત થઈ રહ્યા છે તે ઘણું સ્તુત્ય કાર્ય છે. બ્લાઇડ વેલફેર કાઉન્સિલની ભૂમિકા પણ પ્રસંશનિય છે એમ જણાવતા તેમણે ઉમેર્યું કે, દિવ્યાંગ વ્યક્તિઓએ કોઈ પણ સંજોગોમાં નિરાસ ન થવું જોઇએ અને હિંમત અને વિશ્વાસથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ

ડો. યુસુફી કાપડિયાએ આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવાનો સંકલ્પ જણાવ્યો હતો અને હાથથી દિવ્યાંગો માટે આગામી મહિને આ પ્રકારના કાર્યક્રમો યોજવા જણાવ્યું હતું વેળા પ્રફુલભાઈ વ્યાસ, ડો. નગેન્દ્રનાથ તેમજ સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!