MORBI: મોરબી નાની કેનાલ રોડ નું નવસર્જન વખતે રોડની વિગત દર્શાવતું બોર્ડ મૂકવા રજૂઆત
MORBI: મોરબી નાની કેનાલ રોડ નું નવસર્જન વખતે રોડની વિગત દર્શાવતું બોર્ડ મૂકવા રજૂઆત. રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ તદન ભંગારત માં ફેરવાઈ ગયેલા રોડનું નવસર્જન કરવા નહીં કાર્યવાહી કરે છે જેમાં નાની કેનાલ રોડ નો આઇકોનિક રોડ બનાવવાનું મંજૂર થયું છે. જેની ડિઝાઇન અંદાજપત્ર સહિત ની પેપર વર્કની કામગીરી થઈ ગઈ છે અને જન્માષ્ટમીના તહેવારો પછી આ રોડનું નવસર્જન નું કામ શરૂ થશે તેવું મહાનગરપાલિકાના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે સરકારના નિયમ મુજબ રોડની વિગત દર્શાવતું બોર્ડ રોડ ઉપર લોકોને દેખાય તે રીતે લગાવવાનું હોય છે તો આ રોડની વિગત દર્શાવતું બોર્ડ કામ શરૂ થાય ત્યારે મૂકવામાં આવે આ ઉપરાંત જ્યારે રોડ બનાવવાનો માલ બનતો હોય ત્યારે સુપરવિઝન કરતા કર્મચારીને ત્યાં હાજર રહેવાની સૂચના આપવામાં આવે તેમજ સરકારના નિયમ મુજબ ગુણવત્તા યુક્ત રેતી કપચી નો ઉપયોગ કરવામાં આવે તેવી માંગણી સાથે મહાનગરપાલિકામાં આ વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિક એસ. બી. પટેલે લેખિતમાં રજૂઆત કરી છે. અહીં એ વાત જણાવી દઈએ કે આ નાની કેનાલ રોડ છેલ્લા દસ વર્ષથી ભંગાર હાલતમાં છે. જે માટે આ વિસ્તારના લોકોએ ભેગા થઈને મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી. લોકોને માંગણી અને તેમની હાલાકી જોઈને તુરંત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓએ સંવેદનશીલ નિર્ણય લઈને સરકારમાં દરખાસ્ત મોકલી હતી જે દરખાસ્ત મંજુર થતાં રોડ ની ડિઝાઇન રોડની પહોળાઈ પાણી નિકાલની ગટર વ્યવસ્થા સહિતનો ડિઝાઇન બનાવીને ટેન્ડર બહાર પાડીને રોડ નું કામ એજન્સીને સોંપવાની કાર્યવાહી કરી દીધી છે જે કામ ટૂંક સમયમાં શરૂ થશે.