GUJARATIDARSABARKANTHA

ખેડાસણના ધૂળીબેન ખજૂરીના પાનમાંથી અવનવી વસ્તુઓ બનાવી કરી રહ્યા છે કમાણી

ખેડાસણના ધૂળીબેન ખજૂરીના પાનમાંથી અવનવી વસ્તુઓ બનાવી કરી રહ્યા છે કમાણી

***

સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાના ખેડાસણ ગામના ધૂળીબેન કુળાભાઈ બોરા ઉદ્યોગ સખી છે. તેઓ ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ અંતર્ગત જાગૃતિ સખી મંડળ સાથે જોડાયેલ છે. તેઓ ખજૂરીના પાનમાંથી અવનવી વસ્તુઓ બનાવીને કમાણી કરી રહ્યા છે.તેઓ ખજૂરીના પાનમાંથી ટોપલા, ખાટલા જેવી ચીઝ વસ્તુઓ બનાવે છે. આ ઉપરાંત વાંસમાંથી પણ સુશોભન માટે વસ્તુઓ બનાવીને મહિને દસ હજાર સુધીનું વેચાણ કરે છે.

તેઓ જણાવે છે કે ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ અંતગર્ત સખી મંડળ થકી યોજનાકીય લાભ આપવામાં આવે છે. અને નાના પાયે ઉધ્યોગ કરવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ લોન પણ આપવામાં આવે છે. જેનાથી પ્રેરાયને ખજૂરી અને વાંસમાંથી અવનવી વસ્તુઓ બનાવીને વેચાણ કરું છું. જે માટે સરકારનો આભાર માનું છું.

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!