ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ મનન વિદ્યાલય શાળાના બાળકોને SBI બેન્ક સ્ટાફ દ્વારા બેંક ની લેવડ દેવડ સહિત ની કામગીરી થી માહિતગાર કરી બેંક ની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.
વિધાર્થીઓ બેંક ની કામગીરી થી માહિતગાર થાય તે હેતુથી મનન વિદ્યાલય સ્ટાફ દ્વારા એસબીઆઇ બેન્ક નો સંપર્ક કરી મેનેજર સાહેબને મનન વિધાલયમાં આમંત્રણ આપી વિધાર્થીઓ ને બેંક વિશે માર્ગદર્શન આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતુ.
મનન વિધાલય સ્ટાફ નું આમંત્રણ સ્વીકારી SBI બેંક મેનેજર તેમજ સ્ટાફ દ્વારા વિધાર્થીઓ ને બેંક વિશેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેવી કે બેંકની બેંકની લેવડદેવળ.વાવચર તેમજ ચેક કેવી રીતે ભરવો એટીએમ કેવી રીતે વાપરવું બેંક માં રૂપિયા ની લેવડ દેવડ માટે વાઉચર કેવી રીતે ભરવું, બેંકના ચેક ભરતા શીખવાડવામાં આવ્યું
જ્યારે ટેકનોલોજી પ્રમાણે ગૂગલ પે થી પેમેન્ટ કેવી રીતે એક બીજાના ખાતામાં ટ્રાન્સફર કરવા અને નંબર દ્વારા અને સ્કેનર દ્વારા કેવી રીતે સ્કેન કરવું તે શીખવાડવામાં આવ્યું હતું સામેવાળાના ખાતા માંથી આપણે આપણા ખાતામાં રૂપિયા કેવી રીતે ટ્રાન્સફર થાય તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..
તેમજ મનન વિદ્યાલયના બાળકો સારો અભ્યાસ કરી ઉચ્ચ હોદ્દા પર પહોંચે એવી SBI બેંક મેનેજર દ્વારા શુભેરછાઓ આપવામાં આવી હતી .
વિધાર્થીઓ ને માહિતી આપવા બદલ મનન વિધાલય સ્ટાફ દ્વારા SBI બેંક સ્ટાફ નો આભાર માન્યો હતો.