BANASKANTHAGUJARATKANKREJ

તાણા ખાતે શાંતિનગર પ્રાથમિક શાળામાં નવીન બિલ્ડીંગનું લોકાર્પણ અને શિક્ષિકાનો વયનિવૃત્તિ થતા ભાવ દર્શન કાર્યક્રમ યોજાયો.

કાંકરેજ તાલુકાના થરાના ઠક્કર કિરીટકુમાર જેન્તીલાલના ધર્મપત્ની અને હારીજના ઠક્કર નારણદાસ વિઠ્ઠલભાઈની પુત્રી ભારતીબેન ઠક્કરે કચ્છના કિડાણા ખાતે તા.૦૮/૧૨/૧૯૮૮ ના રોજ શિક્ષિકા તરીકે સેવાની શરરૂઆત કરેલ

  1. તાણા ખાતે શાંતિનગર પ્રાથમિક શાળામાં નવીન બિલ્ડીંગનું લોકાર્પણ અને શિક્ષિકાનો વયનિવૃત્તિ થતા ભાવ દર્શન કાર્યક્રમ યોજાયો.

કાંકરેજ તાલુકાના થરાના ઠક્કર કિરીટકુમાર જેન્તીલાલના ધર્મપત્ની અને હારીજના ઠક્કર નારણદાસ વિઠ્ઠલભાઈની પુત્રી ભારતીબેન ઠક્કરે કચ્છના કિડાણા ખાતે તા.૦૮/૧૨/૧૯૮૮ ના રોજ શિક્ષિકા તરીકે સેવાની શરરૂઆત કરેલ ત્યારબાદ જિલ્લા ફેરમાં બનાસકાંઠા જિલ્લામાં આવવાની માંગણી કરતા તે સમયના તાલુકા પંચાયતના પ્રમુખ ત્રિવેદી હરગોવનદાસ મગનીરામભાઈ ના પ્રયત્નોથી તા.૧૫/૦૩/૧૯૯૩ માં દીઓદરના મુળકપુર ખાતે શિક્ષણ સેવા આપી ત્યાંથી કાંકરેજના અધગામ,થરા અને તા.૧૪/૦૬/૨૦૧૯ ના રોજ તાણા ખાતે આવેલ શાંતિનગર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નિષ્ઠા પૂર્વક સેવા બજાવી રહેલ ઠક્કર ભારતીબેન નારણદાસ તા. ૩૧/૧૦/૨૦૨૪ના વય મર્યાદાના કારણે નિવૃત થતા આજરોજ તા.૧૪/૧૦/૨૦૨૪ ને સોમવાર ના રોજ સવારે ભાવ દર્શન અને ઋણ સ્વીકાર સન્માન સમારોહ તથા નવીન બિલ્ડીંગનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વમહામંત્રી ભારતસિંહ ભટેસરીયા,કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરીની ઉપસ્થિતિ માં યોજાયેલ.શાળાની બાળાઓએ મહેમાનોને સ્વાગત ગીત દ્વારા આવકાર્યા હતા.દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુંચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન કરતા ભારતસિંહ ભટેસરીયાએ જણાવ્યું હતું કે શાળાની શૈક્ષણિક સફર દરમ્યાન બાળકો ને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કર્યું છે. વહીવટી કોઠાસૂઝ,કાર્ય કરવાની ધગશ અને સતત પ્રવૃતિલક્ષી શિક્ષણ થકી શાળાના બાળકોને જીવન વિકાસના પાઠ શિખવ્યા છે.સાદુજીવન અને ઉત્તમ વિચારો સાથે ગામ અને શાળાને પ્રગતિના પથ પર લઈ જઈ તમામ બાળકો,શિક્ષકો અને વાલીગણના હૃદયમાં સ્થાન પામી અભિનંદનને પાત્ર બન્યા છે. સૌજન્યશીલ અને મિલનસાર સ્વભાવ થકી બાળકોમાં શિસ્ત, સમય પાલન અને ધૈર્ય જેવા આદર્શ ગુણોને લીધે સમસ્ત ગામમાં પ્રગતિ થઈ તેમાં આપનું અમૂલ્ય યોગદાન છે.સેવાકાર્યનાં સંભારણા નવીન સમાજ રચના અને શેષ જીવનમાં વિસ્તૃત ફલક પર પ્રેરણાદાયી રહેશે.વહીવટી, શૈક્ષણિક મૂલ્યોનું જતન કરતાં નિવૃત્ત જીવન પરિવાર સહિત સુખ,શાંતિ અને સમૃધ્ધિમય બની રહે આપ સેવાકાર્યો અને માનવતાની મહેક ચો તરફ પ્રસરાવતા રહો આપનુ શેષજીવન જીવો તેમ જણાવ્યું હતું.ત્યારે કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર,વહેપારી અગ્રણી કિરીટભાઈ અખાણી,બાબુભાઈ ચૌધરી ખસા,તેજાભાઈ દેસાઈ વડા,થરા-૧ પે. કેન્દ્ર શાળાના આચાર્ય ચેહરાભાઈ ગુર્જર, શિક્ષક દશરથભાઈ પ્રજાપતિ નાથપુરા,હરીબેન ચૌધરી,પેઇન્ટર એ.લાલ સહીત શાળા પરિવારે મોમેન્ટો આપી શાલ ઓઢાડી ભારતીબેન ઠક્કર નું સન્માન કર્યું હતું અને શાળાની વિધાર્થીનીઓ તેમજ પૂર્વ વિધાર્થીનીઓએ નિવૃત શિક્ષિકા ના આશીર્વાદ લીધા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ખોડા શાળાના શિક્ષક રમેશભાઈ ઠકકરે કર્યું હતું. બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા
હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!