GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ તાલુકાના રામપરા-બેટીમા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉમળકાભેર સ્વાગત

તા.૧૯/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ડ્રોન પ્રદર્શન, જૈવિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ યોજાયા

Rajkot: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૧ રાજકોટ જિલ્લાના રામપરા- બેટી ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.લોકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓના લાભ સાથે માહિતી આપતી આ યાત્રાના પરંપરાગત રીતે વધામણાં કરાયા હતા. આ સાથે વિવિધ લાભાર્થીઓને અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

આ તકે આરોગ્ય કેમ્પ યોજી લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડ્રોન પ્રદર્શન યોજાયા તેમજ કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે અન્ય ખેડૂતોનો વાર્તાલાપ યોજી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વળવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સાથે જ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજના અંગે લાભાર્થીઓએ પોતાની કહાની રજૂ કરી હતી.

મહત્વનું છે કે, આ ગામમાં ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે તેમજ ગ્રામ પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના તેમજ જમીન રેકર્ડ ડિજિટાઇઝેશનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ છે. આ ગામ ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચેતન કથીરીયા, સરપંચશ્રી રામપરા-બેટી, તલાટી કમ મંત્રી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!