AHAVADANGGUJARAT

Dang: આહવા ડેપોની એસટી બસોનાં બ્રેકડાઉનનો સિલસિલો યથાવત રહેતા મુસાફરો હેરાન પરેશાન..

ડાંગ જિલ્લાનાં આહવા ડેપોની બસ ટેબ્રુનઘરટા પાસે થઈ બ્રેકડાઉન...

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં એસટી અમારી અને સલામત સવારીનાં ધજીયા ઉડી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં મુસાફરો માટે એસટી વિભાગની સેવા મુસાફરી માટે નહી પરંતુ કોઈ પણ જગ્યાએ સ્થગિત થઈ ઉભી રહી જતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.હવે તો હદ થઈ ગઈ છે વલસાડ વિભાગ સંચાલિત આહવા એસટી ડેપોની બસોનાં બ્રેકડાઉનનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે ગતરોજ આહવા ડેપોની એસટી બસ ટેબ્રુનઘરટા પાસે બ્રેકડાઉન થયેલી નજરે જોવા મળી હતી.ગતરોજ સાંજના સમયે આહવા ડેપોની એસટી બસ.ન.(GJ 18 Z 3486) ટેબ્રુનઘરટા પાસે બંધ થઈ જતા ખરા સમયે મુસાફરો અટવાયા હતા.આહવા,બોરખલથી પરીક્ષા આપી પરત ઘરે જઈ રહેલા વિદ્યાર્થીઓ સહીત મુસાફરો મુસીબતમાં મુકાયા હતા.ઉલ્લેખનીય છે કે આ બસના ચાલકને પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે, બસનો કારપેટરનો પાઈપ ફાટતા બસ બ્રેકડાઉન થઈ છે.જેથી એસટી બસનું મેન્ટેનન્સ અને બસની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા.ડાંગ જિલ્લામાં  વારંવાર એસટી બસોનાં બ્રેકડાઉનનાં પગલે આમજનતાને હાલાકી ભોગવવી પડે છે.એસટી બસો બ્રેકડાઉન થવાની અવારનવાર વ્યાપક ફરીયાદો અને બનાવો જિલ્લામાં બનતા જ હોય છે. છતાં પણ બસ ડેપો મેનજરને કશી જ પડી નથી એવુ લાગી રહ્યુ છે.વધુમાં આહવા ડેપો મેનેજર કોઈ મોટી દુર્ધટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.વર્તમાન સમયમાં આહવા ડેપોની ઘણી બસોનાં બ્રેકડાઉનના બનાવો બની રહ્યા છે.હાલ તો અકસ્માતનો કિસ્સો બન્યો નથી.પરંતુ બ્રેકડાઉનના કારણે મોટો કિસ્સો બનતા વાર નહિ લાગે.જેથી આહવા ડેપો મેનેજર સમયસર એસટી બસોનાં મેન્ટેનન્સ પર ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!