AHAVADANG

નવસારી જિલ્લા ખાતે PC & PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

PC &PNDT Act-૧૯૯૪ અંતર્ગત આજરોજ જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી PC &PNDT સહ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલા તથા ચેરપર્સન પી.સી.& પી.એન.ડી.ટી. ડૉ. હર્ષા શાહ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી.
આ બેઠકમા ગત તા.૧૪/૦૩/૨૦૨૪ના રોજ યોજાયેલ બેઠકની કાર્યવાહી નોંધ વચાણે લેવામા આવી હતી. તેમજ ત્યારબાદ The PC & PNDT Act-૧૯૯૪ હેઠળ નવસારી જિલ્લામાંથી આવેલ નવા રજીસ્ટ્રેશન, નામ કમી અને રીન્યુ માટે આવેલી અરજીઓને બહાલી આપવા ઉપરાંત મિટિંગના તમામ મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામા આવી હતી.

બેઠકમાં ઉપસ્થિત સભ્યોને અધ્યક્ષશ્રીએ સમયાન્તરે જિલ્લામા સંલગ્ન તમામ સંસ્થાઓની મુલાકાત લેવા, તથા ત્યાં કાર્યરત સોનોગ્રાફી મશીનની ચકાસણી કરી ચકાસણીનો રિપોર્ટ જિલ્લામાં જમાં કરાવવા, તાલુકા કક્ષાએ સમીટીની રચના કરવા સૂચન કર્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ચેમ્બરમા યોજાયેલ PC & PNDT ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠકમા સમીટીના સભ્યો તથા વિવિધ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!