DANG

ડાંગ જિલ્લાનાં તલાટીકમ મંત્રી મંડળ દ્વારા પેઢીનામુ તૈયાર કરવા બાબતે ડાંગ જિલ્લા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં તલાટીકમ મંત્રી મંડળ દ્વારા આજરોજ ડાંગ જિલ્લા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે મહેસુલ વિભાગનાં સંદર્ભ 1નાં પરિપત્ર રેકર્ડ મુજબ ખેતીની તથા બિન ખેતીની જમીન ખુલ્લા પ્લોટની સીધી લીટીનાં વારસદારોની વારસાઈનાં કિસ્સામાં તથા સીધી લીટીનાં વારસદારોનાં વારસાઈનાં કિસ્સામાં વારસોની કૌટુંબીક વહેંચણીનાં કિસ્સામાં પેઢીનામુનાં આધારે તથા અરજદારની અરજી આનુસાંગીક દસ્તાવેજોનાં આધારે રેવન્યુ રેકોડમાં નોંધ પાડવાની સૂચના આપવામાં આવેલ છે.પરંતુ તેમા પેઢીનામુ બનાવવા માટે કોઈ સૂચના દર્શાવેલ ન હોવાથી અરજદારને તકલીફ પડી રહી છે. અને અમુક કિસ્સામાં પેઢીનામામાં સમાવવા પાત્ર નામો છુંપાવવાની શકયતા પણ રહેલી છે.અને કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત થવાની શકયતા રહેલી છે.જેથી સરકાર દ્વારા સંદર્ભીત પત્ર 2 મુજબ તલાટીકમ મંત્રી,સીટી,કસ્બા તલાટીએ અરજદારનાં દ્વારા ગામનાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓનાં સાક્ષીનાં રૂબરૂમાં જવાબ લઈ પેઢીનામુ કરવાનું રહે છે.અને રોજકામ પણ કરવાનું રહે છે.અને સક્ષમ અધિકારીનું સોગંદનામુ પણ મેળવવાનું રહે છે.જેથી પેઢીનામુ અને વારસાઈમાં વિસંગતાઓ દૂર કરી યોગ્ય નિરાકરણની માંગ કરી છે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!