AHAVADANG

ડાંગ: સાપુતારા પોલીસ સ્ટેશનમાં અરજીનાં કામે આવેલ મહિલાનું નજીકનાં ગાર્ડન પાસે હાર્ટએટેક આવતા મોત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશનમાં અરજીનાં કામે આવેલ મુંરબીનાં પરણિતાને પોલીસ સ્ટેશન નજીકનાં ગાર્ડન પાસે હાર્ટએટેક આવતા મોત નીપજ્યુ… પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં મૂળ પાયરપાડાનાં વતની એવા માલતીબેનનાં લગ્ન 18 વર્ષ પૂર્વે વઘઇ તાલુકાનાં મુંરબી ગામે રહેતા રમણભાઈ ગોવિંદભાઈ વાઘ જોડે થયા હતા.અને દાંપત્ય જીવનમાં ચાર સંતાનો પણ છે.થોડા દિવસ પૂર્વે માલતીબેન વાઘ અને તેના પતિ રામદાસભાઈ વાઘ વચ્ચે ઘરકંકાસનાં મુદ્દે ઝગડો થતા સાપુતારા પોલીસ મથકમાં અરજી આપી હતી.જે અરજી બાબતે આજરોજ સાપુતારા પોલીસની ટીમે બન્ને પક્ષને સાપુતારા પોલીસ મથકે બોલાવ્યા હતા.જેથી માલતીબેન વાઘ પણ અરજીનાં કામે સાપુતારા પોલીસ મથકે આવ્યા હતા.તે વેળાએ સાપુતારા પોલીસ સ્ટેશનની બહાર બગીચા પાસે વાલની બીમારી ધરાવનાર માલતીબેનને અચાનક ચક્કર આવતા બેભાન થઈ પડી ગયા હતા.જેથી તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે પ્રથમ સાપુતારા પી.એચ.સીમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી વધુ સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સી ખાતે લાવતા ફરજ પરનાં ડૉક્ટરે મૃત જાહેર કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે મૃતકનું પેનલ પી.એમ કરાવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!