DANG

ડાંગ જિલ્લાનાં સુબિરનાં યુવાને ઓનલાઈન બાઈક ખરીદીનાં ચક્કરમાં પચીસ હજાર પાંચસો ગુમાવ્યા….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર સુનીલભાઈ શંકરભાઈ પવાર.ઉ.22 ધંધો એપ્રેન્ટીસ નોકરી રે.સુબિરનાઓ પોતાના મોબાઈલમાં ફેસબુકનાં માધ્યમથી માર્કેટ પ્લેસમાં જૂની સેકેન્ડ હેન્ડ ગાડી જોઈ રહ્યો હતો.તે સમયે ફેસબુકમાં એક સ્પેલન્ડર પલ્સ સેલ્ફ ડ્રમ કાસ્ટ, કલર બ્લેક સિલ્વર સ્ટાર ગાડી ગમી જતા આ યુવાને ગાડીનાં ફોટા સાથે આપેલ મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો.અને આપેલ મોબાઈલ નંબર વાળા વ્યક્તિ સાથે વાતચીત કરી બાઈકનાં 18 હજાર નક્કી કરેલ હતા.આ બાઈક વેચવા વાળા વ્યક્તિએ આ યુવાનને આર.સી બુકનો ફોટો વ્હોટશોપ પર મોકલી વિશ્વાસમાં લઇ જણાવેલ કે ફોન પે દ્વારા નાણા જમા કરાવી આપો ત્યારબાદ પાર્સલમાં બાઈક આવી જશે.આ યુવાને પ્રથમ 8 હજાર અને બાદમાં 10 હજારનું પેમેન્ટ જમા કરી દીધુ હતુ.છતાં પણ બાઈક મળી ન હતી.જેથી મોબાઈલ નંબર વાળા ઈસમ દર્શનકુમાર ઇંદરસિંગને ફોન કરતા તેઓએ જણાવ્યુ હતુ કે બીજા 7500 ડિલિવરી ચાર્જ લાગશે જેથી આ યુવાને ફરી ફોન પે મારફતે દિનેશ મીના નામના એકાઉન્ટમાં સાડા સાત હજાર નાખ્યા હતા.પરંતુ બાઈકની ડિલિવરી આજદિન સુધી ન મળતા આ યુવાનને છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થયો હતો.સુબિરનાં યુવાને ઓનલાઈન બાઈક ખરીદી કરવાનાં ચક્કરમાં 25,500 ગુમાવી છેતરપીંડીનો ભોગ બનતા આજરોજ છેતરપીંડી કરનાર આરોપી એવા દર્શનકુમાર ઇદરસિંગ મુ.પો.સી-4-5-બિંદુ બ્લોક ઘોડાસર અમદાવાદ ઇસ્ટ સામે ડાંગ જિલ્લાનાં સુબિર પોલીસ મથકમાં ફરીયાદ આપતા સુબિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!