તા.04/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
દસાડા પીએસઆઇ વી.આઇ.ખડીયા સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઇ વી.આર.ખડીયા, મનીષભાઇ અઘારા, હમિરભાઇ, વિજયસિંહ,સુરેશભાઇ, નિલેશભાઇ રથવી સહિતનો દસાડા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન દસાડા શંખેશ્વર હાઇવે પર વડગામ ત્રણ રસ્તા પાસે છટકું ગોઠવ્યું હતુ ત્યારે હાઇવે પર શંકાસ્પદ હાલતમાં નિકળેલી સફેદ કલરની ગાડીને કોર્ડન કરીને ઉભી રખાવી આરોપી કલ્પેશભાઇ ઉર્ફે ભીખાભાઇ રાવળ તા-સમી, જી-પાટણ તથા શ્રવણજી શંકરજી ઉણેયા ઠાકોર રહે-થરા, કર્ણાવતી સોસાયટી,તા.કાંકરેજ, જી.બનાસકાંઠા વાળાને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી હતી દસાડા પોલીસ આ ગાડીની સઘન તપાસ કરતા ગાડીમાંથી દારૂના ચપલા નં.642 કિં.રૂ. 62,400 તથા બીયર ટીન નં.240 કિં.રૂ.24,000 મળી કુલ રૂ.86,400, મોબાઇલ નં.2 કિં.રૂ.10,000 અને સ્વીફ્ટ ગાડી કિં.રૂ. 3,00,000 મળી કુલ રૂ. 3,96,400 નો મુદામાલ ઝબ્બે કરી વિદેશી દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!