DANG

બીલીમોરા થી વઘઇ ખાતે દેશની સૌપ્રથમ હાઇડ્રોજન ટ્રેન દોડશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ભારત દેશનાં અન્ય રાજ્યોનાં અનેક હેરિટેજ લાઈનો પર પણ હાઇડ્રોજન થી સંચાલિત ટ્રેનો દોડાવવાની યોજના હાથ ધરાઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  ગુજરાતનાં બીલીમોરા- વઘઇ લાઈન પર પ્રથમ હાઈડ્રોજન ટ્રેન દોડશે ની જાહેરાત થતાં વઘઇ સહિત ડાંગ જિલ્લાના લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગના વેપારીઓ સહિત જિલ્લાનાં આગેવાનોએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર  વ્યક્ત કર્યું હતું કેન્દ્રીય રેલવે મંત્રીની જાહેરાતનાં નિર્ણયને ડાંગ જિલ્લાનાં વઘઇ વેપારી એસોસિએશનનાં સભ્યોએ આવકાર્યો હતો. દક્ષીણ ગુજરાતમાં હાઇડ્રોજન ટ્રેન શરૂ થશે તો પ્રવાસન ઉધોગને પણ ભરપૂર વેગ મળશે તથા સ્થાનિક કક્ષાએ રોજગારીનું નિર્માણ થશે જેથી દક્ષિણ ગુજરાત સહિત ડાંગ વાસીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે…

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વઘઈ- બીલીમોરા રૂટ પર હાઈડ્રોજન ટ્રેન દોડશે. ટૂંક સમયમાં દેશની અનેક હેરિટેજ લાઈનો પર હાઈડ્રોજન ટ્રેન દોડતી દેખાશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડવા જઈ રહી છે.

Back to top button
error: Content is protected !!