AHAVADANG

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ડાંગ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ૭૫ સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત રકતદાન શિબિર યોજાયુ..

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, ભારતીય જનતા યુવા મોરચા ડાંગ દ્વારા “સેવા પખવાડિયા” અભિયાનના ભાગ રૂપે આજે આહવા નગરમાં એક ભવ્ય”રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 75 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ  શ્રીમાન કિશોરભાઈ ગાવિતના અધ્યક્ષ અને સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ, ડાંગ જિલ્લાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ જી, ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લાના મહામંત્રી શ્રી હરિરામભાઈ સાવંત જી,  ભારતીય જનતા યુવા મોરચા ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી દીપકભાઈ જાધવ જી, ભારતીય જનતા યુવા મોરચા ડાંગ જિલ્લાના મહામંત્રી શ્રી આઝાદસિંહ બઘેલ જી , મહિલા મોરચાના પ્રમુખ સુમનબેન દડવી , જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન બીવીબેન ચૌધરી , આઇટી સેલ જિલ્લાના કન્વીનર ગીરીશભાઈ મોદી, જિલ્લા સંગઠનના મંત્રી સરલાબેન સોલંકી ,આદિજાતિ મોરચાના મહામંત્રી સંપતભાઈ વાળું , બક્ષીપંચ મોરચાના મહામંત્રી ક્રિષ્ના ભાઈ પવાર, કાર્યાલય મંત્રી મેરીશ ભાઈ પવાર સામાજિક કાર્યકર નકુલભાઈ જાદવ , સુધાકરભાઇ બાવીસકર, સંગઠનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં યુવાઓ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ અને સર્વ ગ્રામજનો  સમાજ સેવા અને માનવતાના ઉત્થાનની ભાવનાથી પ્રેરિત થઈને ઉત્સાહપૂર્વક રક્તદાન કરી ઉપસ્થિત રહ્યા.

રક્તદાનને એક મહાન દાન માનવામાં આવે છે કારણ કે તે માત્ર જીવન બચાવે છે એટલુજ  નહીં પરંતુ સમાજમાં માનવતા અને એકતાનું ઉદાહરણ પણ રજૂ કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા સેવા અને સમર્પણને તેમના જીવનનો પાયો માન્યું છે, અને આ રક્તદાન શિબિર તેમના આદર્શોથી પ્રેરિત થઈને યોજવામાં આવી હતી.

આ રક્તદાન શિબિર માત્ર એક ઘટના નહોતી, પરંતુ એક સંદેશ હતો – કે જીવનનો સાચો ઉત્સવ સેવા અને માનવતામાં રહેલો છે.

Back to top button
error: Content is protected !!