AHAVADANG

Dang: સુબિરના હેલિપેડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માપૂર્વક સ્વાગત કરાયું

વાત્સલ્યમ સમાચાર
ડાંગ

ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવમાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સુબિર હેલિપેડ ખાતે ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર સહિત ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી નિર્મળાબેન ગાઈન સહિતના અધિકારી, પદાધિકારીઓએ ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું.

આ વેળા સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત, ભાજપા સંગઠન પ્રભારી રાજેશ દેસાઈ, મહામંત્રી હરિરામ સાવંત, પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ સુભાસ ગાઈન સહિતના કાર્યકરો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!