વરવાડીયા ગામ ના વકીલ ને જન્મદિવસ ની અનોખી ઉજવણી કરી
8 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પોતાના જન્મદિવસ નિમિતે ઝૂંપડપટી વિસ્તાર ના બાળકો ને મીની કેદારનાથ હિલ સ્ટેશન નો પ્રવાસ કરાવ્યો અને ત્યાં જઈ જાતે જમવાનું બનાવી ને નાના ભુલાકાઓ ને જમવાનું આપી જન્મદિવસ ની ઉજવણી કરી.<જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ટીમ ના ફાઉન્ડર મેમ્બર્સ એવા ભૂપતસિંહ રાજપૂત એડવોકેટ વરવાડીયા ગામ ના વતની છે. પોતાના જિંદગી સેવા કાર્ય મા સમર્પિત કરવા ના સંકલ્પ સાથે અનેક વિધ સેવાકીય કાર્ય કરે છે. દર વર્ષે અલગ આગલ લોકો ને મદદરૂપ થઈ જન્મદિવસ ની ઉજવણી કરે છે આ વર્ષે પણ ઝૂંપડપટ્ટી વિસ્તાર ના નાના બાળકો ને જેસોર ની ટેકરીઓ મા આવેલ કેદારનાથ મહાદેવ ના સાનિધ્ય મા મીની પ્રવાસ યોજી નાના ભૂલકાઓ ના ચહેરા પર એક ખુશી લાવવા ની પ્રયાસ કર્યો. src="https://vatsalyamsamachar.com/wp-content/uploads/2025/07/IMG-20250708-WA0027-300x169.jpg" alt="" width="300" height="169" class="alignnone size-medium wp-image-1462580" />