DANG

Dang: સાપુતારા માર્ગનાં બારીપાડા ગામ નજીક એક મરાઠી પરિવારની કારમાં આગ લાગતા બળીને ખાખ બની..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

એક મરાઠી પરિવાર બરોડાથી હોન્ડા સીટી ગાડી લઈ ઔરંગાબાદ તરફ જઈ રહ્યા હતા .તે વેળાએ સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કાર નાળા સાથે ભટકાઈ ગઈ હતી.જે બાદ આ હોન્ડા સીટી કારમાં અચાનક આગ લાગી ઉઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.અહી સ્થળ પર કારમાં આગ બેકાબુ બની જતા કાર બળીને ખાખ થઈ જતા જંગી નુકસાન થયુ હતુ.આ કારમાં ચાર ઈસમો અને બે ડોગ સવાર હતા.જેમાં અહી કારમાં સવાર ચારેય ઇસમોને નાની મોટી ઈજા પોહચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે શામગહાનથી નાસિક હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં કારને જંગી નુકસાન થયુ હતુ. હાલમાં સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!