DANGNAVSARI CITY / TALUKO

Dang: ડાંગ જિલ્લાનાં સુબિરના ગીરમાળ ગામ નજીક ગીરાનદી પર યુ આકારનો “વનદેવીનાં નેકલેસનો”અદભુત નજારો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ગીરા નદીનાં યુર્ટન વળાંકમાં વરસાદી નીર સક્રિય બનતા અહી નવલા નીર યુ આકારનાં મધ્યમાં આવેલ વનદેવીને ગળામાં નેકલેસરૂપી નવલખીનો હાર પહેરાવ્યો હોય તેવા અદભુત દ્રશ્યો સૌ કોઈનું મન મોહી રહ્યા છે..

રાજ્યનાં છેવાડે પ્રકૃતિથી ફાટફૂટ ઘેરાયેલ ડાંગ જિલ્લો વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે લોકમાતાઓ ડહોળા નિરની સાથે જીવંત બની છે.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં સરહદિય વિસ્તારમાંથી વહેતી ગીરા નદી હાલમાં બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળે છે.ગિરમાળ ગામ નજીકથી પસાર થતી ગીરાનદીમાં હાલનાં તબક્કે પાણીની આવકમાં વધારો નોંધાયો છે.તેવામાં ગીરાનદી પર આવેલ યુ આકારનો વનદેવીનાં નેકલેસનાં સ્થળનો અદભુત નજારો સૌ કોઈની નજરને તરીતૃપ્ત બનાવી રહ્યો છે.ગીરા નદી પર આવેલ યુ ટર્ન આકારમાં કુદરતે છુટા હાથે સૌંદર્ય વેર્યુ છે.વરસાદી માહોલમાં હાલમાં ગીરા નદી પાણીની આવક સાથે સક્રિય બનતા અહી નવલા નીર યુ આકારનાં મધ્યમા આવેલ વનદેવીને ગળામાં નેકલેસરૂપી નવલખીનો હાર પહેરાવ્યો હોય તેવા દ્રશ્યો પ્રતીત કરતા પ્રવાસીઓની નજરને ઠરીઠામ બનાવી રહ્યુ છે.ગીરા નદી પર યુ આકાર ખરેખર  મધ્યમા આવેલ”વનદેવીને પાણી સ્વરૂપે નેકલેસની”ગરજ પુરી પાડતા અહીના સમગ્ર દ્રશ્યો જાજરમાન બની દીપી ઉઠ્યા છે.ગીરા નદી પર ખીણમાં આવેલ યુ આકારનો વનદેવીનાં નેકલેસ નામનું સ્થળ સુંદરતાની સરતાજ સાથે પ્રવાસીઓનું મન મોહી રહ્યુ છે.જેથી ડાંગ જિલ્લાનાં ગિરમાળ નદી પર આવેલ વનદેવીનાં નેકલેસ નામનાં સ્થળની એકવાર અચૂક મુલાકાત લેવી જોઈએ..

Back to top button
error: Content is protected !!