AHAVADANG

ડાંગ: માલેગામથી માંળુગાને જોડતો માર્ગ ખખડધજ બનતા મરામત કરાવવા ગ્રામજનોએ કલેકટરને અરજ ગુજારી

 

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ ડાંગ જિલ્લાનાં સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ માલેગામથી હુંબાપાડા થઈ માંળુગાને જોડતો આંતરીક માર્ગ ખખડધજ હાલતમાં બની જતા ગ્રામજનોએ કલેકટરને અરજ ગુજારી મરામતની માંગણી કરી..
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ માલેગામ,ગોટીયામાળ,અને સોનુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતનાં ગ્રામજનોએ ડાંગ કલેકટરને લેખિતમાં અરજ ગુજારી જણાવ્યુ છે કે અમો ગોટીયામાળ, માલેગામ,બરમ્યાવડ,બરડપાણી,રાનપાડા,લહાનમાંળુગા,હુંબાપાડા વિગેરે મહારાષ્ટ્ર હદ વિસ્તારનાં છેવાડેનાં ગામડાઓમાં રહેતા લોકો અને ધંધાદારી,અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ, કામદારો પોતાની રોજીરોટી તેમજ આરોગ્ય માટે આહવા તથા નાસિકનું સૂરગાણા નજીક પડે છે.જેથી રોજીરોટી તથા આરોગ્યલક્ષી સારવારનાં અર્થે મોટાભાગે નેશનલ હાઇવે ન.954 સાપુતારાને જોડતો માલેગામથી લહાનમાંળુગા આંતરિક માર્ગનો ઉપયોગ કરતા હોય છે.મહારાષ્ટ્ર તથા સરહદીય ગામડાઓના વાહનચાલકોને આ માર્ગ બાય પાસ પડતો હોવાથી વધુ ઉપયોગમાં લે છે.પરંતુ આ માર્ગ હાલમાં ખખડધજ બની જતા વાહનચાલકોને મોટી સમસ્યાઓ સર્જાઈ રહી છે.વધુમાં સરહદીય વિસ્તારનાં ગામડાઓને બોર્ડર વિલેજીસમાં સમાવેશ કરી પૂરતી સુવિધાઓ આપવાનો સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.પરંતુ ડાંગ જિલ્લા પંચાયતનું બાંધકામ વિભાગની બેદરકારીનાં પગલે આ સરહદીય માર્ગ હાલમાં ખખડધજ બની જતા લોકોને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થઇ છે.વધુમાં ખખડધજ માર્ગનાં પગલે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે.તથા અમુક ગંભીર અકસ્માતમાં વાહન ચાલકોને જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.જેથી ડાંગ બાંધકામ વિભાગ આળસ મરડી તુરંત જ માલેગામથી માંળુગાને જોડતા ખખડધજ માર્ગનું સમારકામ કરે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!