નર્મદા : નાવરા ગામે નવી વસાહતમાંથી ૩.૭૬ લાખ રૂપિયાનો દારૂનો જથ્થો આમલેથા પોલીસે ઝડપી લીધો
રાજપીપળા : જુનેદ ખત્રી
તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજપીપલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી અને ડેરીયાપાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારબાદ હવે સ્થાનિક પોલીસ સજાગ થઈ છે આમલેથા પોલીસે નાવરા ગામે નવી વસાહત માંથી 3.76 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આરોપી ૧) કંચનભાઈ જશુભાઇ માછી ઉ.વ.૪૦ રહે.નાવરા, નવી વસાહત તા.નાંદોદ ને પોલીસે ઝડપી લીધો છે જ્યારે અન્ય આરોપી (૨) અરવિંદભાઈ જશુભાઈ વસાવા રહેનાવરા. ને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ આમલેથા પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે