BANASKANTHAGUJARATPALANPUR

આવતીકાલે તા.૩૦મી નવેમ્બર ૨૦૨૩ના આપણી એક રૂપિયા ની ચલણીનોટ એકસો છ વર્ષની થશે 

29 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

રાજ્યમાં કમોસમી વરસાદની અસર અત્ર તત્ર સર્વત્ર જોવા મળી ક્યાંક વીજળી પડી તો કૃષિ ક્ષેત્રે નુકસાની સાથે માનવ અને પશુ પર વીજળી પડતાં ૧૯ જેટલા માનવ અને પચ્ચાસ પશુ મોત થયા તો રાજસ્થાન સહિત કેટલાક રાજયની વિધાનસભાની ચૂંટણી એક કે બે તબક્કામાં પૂરી થઈ કે થાશે હવે ત્રીજી ડીસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.ભારતીય ચૂંટણી પંચની કડકાઈ ની જાણ પ્રજાને ચુંટણી કમિશ્નર ટી.એન. શેષાનના ફુફાડાથી પડી તેમ રાષ્ટ્રીય ચલણ અને બેંકોનું મહત્વ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમી નવેમ્બર ૨૦૧૬ના રાત્રે આઠ વાગે રૂ.૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ હવે લીગલટેન્ડર નહીં રહેગી.ઘોષણા માથે જાહેરાત કરતાં ભારતીય ચલણ અને બેંકોનું મહત્વ પ્રજાને સમજાયું.૫૦ દિવસ સુધી દેશમાં જે અફડા તફડીનો માહોલ જોવા મળ્યો તેની કળ પ્રજાને છ વર્ષ વિત્યા છતાં વળી નથી ત્યાં બે હજારની નોટ બંધ થઈ.મંદીની મહાથપાટ સર્વત્ર જોવા મળે છે ત્યાં આવતી કાલે તા.૩૦મી નવેમ્બર ૨૦૨૩ના રાજયમાં દિવાળી વેકેશનની પૂર્ણાહુતિ સાથે બીજા શૈક્ષણિક સત્રનો શુભારંભ થશે તેની સાથે ભારતીય એક રૂપિયાની ચલણી નોટ એકસો છ વર્ષની થશે ત્યારે તેને હેપી બર્થ ડે કહીને નવા જવી તો પડે ને ?એક રૂપિયાની નોટ ભારત સરકાર બહાર પાડે છે. અને રૂપિયા બે થી માંડીને બે હજાર સુધીની ચલણી નોટ ચલણ માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા. એકની ચલણી નોટ પર ભારત સરકારના નાણાં સચિવ, જયારે રૂપિયા બેથી માંડીને બે હજારની નોટ પર રિઝર્વ બેંકના ગવર્નરની સહી થાય છે. (બે હજારની નોટ સપ્ટેમ્બર-૨૦૨૩થી બંધ)૧૯૮૫ સુધીનો એક,બે, પાંચ, દશ,વીસ પચ્ચીસ પચાસ પૈસાનું ચલણ બહુ રાજી ખુશીથી વ્યવહારમાં ચાલતું હતું પરંતુ લોક સેવકોની પ્રતિષ્ઠાની જેમ મોંધવારી એટલી ઝડપથી વધવા લાગી કે આ બધી ચિલર પરચુરણ ગાયબ થઈ તેમ તેમ પ્રજાની હેરાન ગતિ- ટેક્સની આંટીઘુંટી વધવા લાગી એક રૂપિયાની કિંમત કોડીની ન રહીને ડોલર ડુંગર જેવડો બનતો ગયો. એક રૂપિયાના આવતીકાલે તા.૩૦મી નવેમ્બર- ૨૦૨૩ ૧૦૬મો જન્મ દિવસ ઉજવવાની છે ત્યારે તેની કુંડળી તો જોઈએ.ભારતમાં એક રૂપિયાની નોટ તા.૩૦/૧૧/૧૯૧૭ જયોર્જ પાંચમાના સમયે બહાર પાડવામાં આવી હતી. તેના પર જયોર્જ પાંચમાનો જ ફોટો હતોને નોટ નંબર અને ભારત સરકારના અધિકારીની રહી હતી.આ નોટ ઈંગ્લેન્ડમાં છાપવામાં આવી હતી. ૧૯૧૭માં પ્રિન્ટ થયેલી આ નોટનો ઉલ્લેખ રાજસ્થાનના કિશોર નઝર વાળાના પુસ્તકમાં પુર પણ છે. રાજસ્થાનના કોટા જિલ્લાના નોટ સિકકાના સંગ્રહકર્તા શુભમ લોઢા પાસે દેશમાં અત્યાર સુધી પ્રિન્ટ થયેલી રૂયિા એકની દરેક પ્રકારની નોટોના સંગ્રહ છે.તેમની પાસે ૧૯૪૦ માં બ્રિટિશ સરકાર દ્વારા પ્રિન્ટ કરાયેલ એક રૂપિયાની નોટ પણ છે.નોટ સંગ્રહ કર્તા શુભમે એવું જણાવ્યું હતું કે, ૧૯૫૭થી માંડીને આજ સુધી એક રૂપિયાની નોટ ની ડિઝાઇન ૧૫ વખત બદલવામાં આવી છે. એક નોટ નિષ્ણાત અને સંશોધક ડોક્ટર એસ .કે.રાઠી જણાવે છે કે ૧૯૧૭ પહેલાં મહારાણી વિક્ટોરિયા તથા કિંગ એડવર્ડના સમયમાં એક રૂપિયાની નોટ પ્રસિધ્ધ કરી શકાતી ન હતી .૧૯૯૪ સુધી એક રૂપિયા ની નોટ ચલણમાં ઓછી હતી તેથી કેન્દ્ર સરકારે તેનું પ્રિન્ટીંગ બંધ કરાવી દીધું હતું.૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રૂપિયા ની નોટનું પ્રિટીંગ ચાલુ કરાવ્યું છે.આ નોટનું પ્રિન્ટીંગ કામ ચાલ છે જેની પર ગાંધીજીના ચશ્મા અને સ્વચ્છ ભારત લખેલું છે.એક રૂપિયાની નવી જાહેર કરેલી નોટનો રંગ ગુલાબી અને લીલો છે.જૂની નોટ ઈન્ડીગો બની હતી તેની સૌથી ઉપર ભારત સરકાર અને નીચે ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયા છપાયેલું છે.બાકી બધી નોટ પર ભારતીય રિઝર્વ બેંક અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા છપાયેલું હોય છે.બાકી બધી નોટ પર ભારતીય રિઝર્વ બેંક અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા છપાયેલું હોય છે .૧૯૧૭માં ઈંગ્લેન્ડમાં એક રૂપિયા ની છપાયેલી નોટ હાથ બનાવટના પૈપરથી બનેલી હતી,તેના પર વોટરમાર્કની બે વેરાઈટી હતી. તે સમયે આવી નોટ બ્રિટિશ ઈસ્ટ આફ્રીકા (જે આજે કેન્યા,યુગાન્ડા તથા તાનઝાનીયા છે.)માં ચાલતી હતી. તેના પર એમએમ એસ યબ્બેની સહી હતી.જયોર્જ પાંચમાના સમયમાં પાંચ અલગ અલગ વિભાગના અધિકારીની સહીથી આ નોટ ચલણમાં મુકવા માં આવી હતી.જયોર્જ છઠ્ઠાના સમયમાં માત્ર એક અધિકારીની સહીવાળી નોટ ચલણમાં મુકાઈ હતી.જેના પર સી.ઈ. જોન્સની સહી હતી. આ નોટ ૧૯૫૭માં પાછી ખેંચી લેવાઈ હતી.દેશ આઝાદ થયા પછી ૧૯૪૯થી ૨૦૧૫ સુધી ૧૯ અધિકારીઓની સહીથી એક રૂપિયાની નોટ ચલણ માં મુકવામાં આવી. આવતીકાલે ૩૦મી નવેમ્બર ૨૦૨૩ના રોજના ગુજરાતમાં કમોસમી વરસાદ વચ્ચે શાળા કોલેજમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.. આપણી મોધવારીમાં લુપ્ત થયેલી છતાં વહાલી લાગતી એક રૂપિયા ની નોટ તેનો ૧૦૬મો જન્મ દિવસ ઉજવશે ત્યારેHAPPY BIRTHDAY TO MY DEAR ONE RUPEE NOTE ને આશિવાદ મેળવીએ કે આઝાદ ભારતમાં મોંઘવારીનો દાનવ હણાયને તારો અત્ર તત્ર સર્વત્ર જય જયકાર થાય સર્વજનોના ગજવામાં નિવાસ થાય એક ડોલર ની હરોળમાં જ તારું સ્થાન થાય હવે તારો જમાનો પાછો આવે તેવી આઝાદ રાષ્ટ્રના દેશપ્રેમી લોકસેવકોને વિનંતી કરીએ.યશપાલસિંહ ટી વાઘેલાએ આ બાબતે જણાવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!