HALOLPANCHMAHAL

હાલોલ-આંગણવાડીમા ઉપયોગમા લેવાતા તેલનો જથ્થો ભરેલી ટ્ર્ક પલટી ખાતા અકસ્માત,ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ

તા.૨૭.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ પાવાગઢ બાયપાસ રોડ ઉપર ટેલના ડબ્બા ભરેલી ટ્રક પલટી ખાઈ જતા ટેલના ડબ્બા ઉછડી ખેતર માં પડ્યા હતા અને તેલ ઢોળાઈ ખેતર માં વહેતુ થયું હતું, કચ્છના ગાંધીધામ થી પીએમ પોષણ નામની સરકારી યોજનાનું તેલ ભરી હાલોલ, કાલોલ અને જાંબુઘોડા ડિલિવરી આપવા આવેલી ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.હાલોલ પાવાગઢ બાયપાસ રોડ ઉપર વડાતલાવ થી શિવરાજપૂર તરફ ના રસ્તે કચ્છ જિલ્લાના ગાંધીધામ, અંજાર ની ગોકુલ એગ્રો રિસોર્સ લિમિટેડ, નામની મીલ માંથી સરકારી યોજના ‘પીએમ પોષણ યોજના’ હેઠળ આંગણવાડીના બાળકો માટે ઉપયોગ માં લેવામાં આવતા ખાદ્ય તેલ નો જથ્થો ભરી નીકળેલી ટ્રક પલટી ખાઈ જતા 30 લાખ 52 હજાર 746 રૂપિયાની કિંમત ના કપાસિયા તેલ ના 1874 ડબ્બા રોડની બાજુમાં આવેલ ખેતર માં ઉછળી પડ્યા હતા.જ્યારે ટ્રક સવાર ડ્રાઈવર અને કલીનરનો આબાદ બચાવ થયો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!