AHAVADANG

ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ઇજારાદાર દ્વારા પેચ વર્કના કામમાં ભય વગરનું ભ્રષ્ટાચાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ઇજારાદાર અને અધિકારીઓની મિલીભગતમાં તકલાદી ડામર પેચ વર્ક કરાતા સરકારી ગ્રાંટ નિર્થક સાબિત થવા પામી છે….ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાથી શામગહાન થઈને બોરખલ અને આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ચોમાસાની ઋતુમાં ઠેરઠેર ખાડાઓ પડી જવા પામ્યા હતા.હાલમાં થોડા દિવસ પૂર્વે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ નવસારી-ડાંગ દ્વારા આહવાથી વાસુર્ણા ફાટક સુધીનો માર્ગ એક લેયરનો ડામર સપાટીમાં ફેરવી નવીનીકરણ કર્યો હતો.જેમાં પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર અને સેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીની સાંઠ ગાઠમાં ભય વગરનો ભ્રષ્ટાચાર જ થતા આ માર્ગમાં ઠેરઠેર ડામરનાં લેયર ઉખડી જવા પામ્યા છે.અને હાલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા વાસુર્ણા ફાટકથી શામગહાન સુધી ડામર પેચ વર્કની કામગીરી સી.વી.પટેલ નામની એજન્સીને સોંપવામાં આવેલ છે.અને આ સી.વી.પટેલ એજન્સીએ આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ડામર પેચ વર્કનો પણ પ્રારંભ કર્યો છે.પરંતુ અહી પેચવર્કની કામગીરીમાં ઈજારદાર દ્વારા હલકી કક્ષાનો ડામર મિશ્રિત માલ સામાન વાપરી નકરી વેઠ જ ઉતારતા સરકારી ગ્રાંટ નિર્થક સાબિત થવા પામી છે.સાથોસાથ આ માર્ગમાં સુપરવિઝન માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર કે એસ.ઓની ટીમ પણ ન ફરકતા ભ્રષ્ટાચારનાં બંદરને મોકળુ મેદાન મળી ગયુ છે.ત્યારે ઘણા સમયથી આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ચાલી રહેલ ભ્રષ્ટાચારનાં મોકળા બંદરબાટમાં સામેલ અધિકારીઓ અને ઈજારદાર સામે લાલ આંખ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.આ બાબતે રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં નાયબ કાર્યપાલક ઈજનેર ધર્માબેન ભટ્ટનો ટેલિફોનિક સંપર્ક સાધતા આ અધિકારીએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.છેવાડેનાં ડાંગ જિલ્લાનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરી જયારથી નાયબ કાર્યપાલક ઈજનેર ધર્માબેન ભટ્ટને સોંપાઈ છે.ત્યારથી આ બેજવાબદાર અધિકારીનાં પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરી ખોરંભે ચડી ગઈ છે.વધુમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની લાપરવાહીનાં પગલે આહવા-શામગહાન માર્ગમાં વારંવાર અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે.તેમજ આ અધિકારી નવસારીમાં જ પડી રહેતા હોય સાપુતારા-શામગહાન-આહવાથી સોનગઢને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ હાલમાં રામ ભરોશે જોવા મળી રહ્યો છે..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!