AHAVADANG

નવસારી જિલ્લામાં ગાંધી સપ્તાહની ઉજવણી કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નશાબંધી અને આબકારી ખાતું નવસારી આયોજીત પ્રગતિ મહિલા મંડળ બિલપુડી દ્વારા નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા તાલુકાના ગામોમાં ગાંધી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ચીખલી તાલુકાના ઘોડવણી અને મીયાઝરી પ્રાથિમક શાળાઓમાં ઉજવણી કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં વ્યસન મુકિત વિશે નાટકો, વકૃતત્વ સ્પર્ધા,   નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ નૃત્યો જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નવસારી નશાબંધી વિભાગનાના અધિકારી/કર્મચારીઓ, પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વનિતાબેન અને તેમની ટીમ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.

Back to top button
error: Content is protected !!