વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં કપાસનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો…પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં વિજાપુરથી કપાસનો જથ્થો ભરી કડી તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જીમજે.11.વી.વી.1650 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં ઉપરનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ આઇસર ટેમ્પો માર્ગની સાઇડમાં આવેલ સંરક્ષણ દિવાલને ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના બનાવમાં ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.જ્યારે કપાસના જથ્થા સહિત આઇસર ટેમ્પોને જંગી નુકસાન થયુ હતુ..