NANDODNARMADA

નર્મદા જિલ્લા માંથી બે બાહોશ પોલીસ અધિકારીઓ એસપી પ્રશાંત સુંબે અને એસપી લોકેશ યાદવની બદલી

નર્મદા જિલ્લા માંથી બે બાહોશ પોલીસ અધિકારીઓ એસપી પ્રશાંત સુંબે અને એસપી લોકેશ યાદવની બદલી

 

બંને અધિકારીઓની બદલી થતા વિદાય સમારંભ યોજાયો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી જેમાં નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા એસપી પ્રશાંત સુંબે અને એએસપી લોકેશ યાદવ ની પણ બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સહ પોલીસ કર્મીઓ , સામાજિક રાજકીય આગેવાનો અને પત્રકારોએ બંને પોલીસ અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી

 

એસપી પ્રશાંત સુંબે નર્મદા જિલ્લામાં ૪ એપ્રિલ ૨૦૨૨ ના રોજ ચાર્જે સંભાળ્યો એ અગાઉ તેઓ સુરત ખાતે ટ્રાફિક વિભાગના ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા પ્રશાંત સુંબે અત્યાર સુધી સૌથી વધુ સમય ૩ વર્ષ અને ૪ મહિના નર્મદા જિલ્લામાં ફરજ બજાવનાર એસપી તરીકે રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે તેમની ઉમદા કામગીરીને ધ્યાને લઈ સરકારે તેમને બનાસકાંઠા જેવો મોટો જિલ્લો આપ્યો છે ઉપરાંત નર્મદા જિલ્લામાં તેમના કાર્યકાળ દરમિયાન એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નો બંદોબસ્ત રાષ્ટ્રપતિનો કાર્યક્રમનો બંદોબસ્ત ઉપરાંત એક લાખ કરતા વધારે પબ્લિક નર્મદા પરિક્રમા દરમિયાન ઉમટી પડી હતી ત્યારે તેઓએ પોતાની આગવી સૂઝ બૂઝ થી પરિસ્થિતિ ને કાબુમા કરી હતી તેવા અનેક પ્રસંગો ઉપસ્થિત મહાનુભાવોએ વાગોળ્યા હતા .

લોકેશ યાદવ કે જેઓ નર્મદા જિલ્લામાં ૧૬.૦૩.૨૪ ના રોજ ફરજ ઉપર હાજર થયા તેઓ એએસપી તરીકે ફરજ બજાવી તેમની કામગીરી ને ધ્યાને લઈ સરકારે તેમને પ્રમોશન સાથે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર એસપી તરીકે ફરજ સોંપી છે તેઓ આઈ આઈ એમ અમદાવાદ ખાતે એમબીએ થયા છે છતાં લોક સેવાના નિશ્ચય સાથે પોલીસમાં ભરતી થયા

 

બંને અધિકારીઓની બદલી થી નર્મદા જિલ્લાના પ્રજા અને પોલીસ ગણમાં દુખની લાગણી ફેલાઈ હતી તેમની સાથે વિતાવેલા સમયને સૌ કોઈએ વાગોળ્યા હતા અને ભારોભાર પ્રશંસા કરી હતી તેમની નવો સફર ખૂબ ઉમદા રહે અને તેઓ પ્રગતિ ના શિખરો સર કરે તેવી સૌ કોઈએ શુભેછા સાથે વિદાય આપી હતી

 

દરેક સમુદાય સાથે આગેવાનો સાથે મળી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવી, પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક બનાવવું, અને પોલીસ ની ઉચ્ચ પોસ્ટ પર બિરાજમાન હોવા છતાં છેવાડાના માણસ માટે પણ સંવેદનાઓ રાખવી વગેરે તેમની આવડતો, અને સ્વભાવના કારણે તેઓએ પ્રજાજનોમાં ચાહના મેળવી

Back to top button
error: Content is protected !!