GUJARATHALOLPANCHMAHAL

ધોધંબાના રણજીતનગર ખાતે સંકલ્પ સપ્તાહ સબકી આકાંક્ષાયે સબકા વિકાસ અંતર્ગત સમૃદ્ધિ દિવસની ઉજવણી કરાઇ 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૯.૧૦.૨૦૨૩

એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત ધોધંબા તાલુકા ના રણજીતનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.આ આયોજિત કાર્યક્રમમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ ,આઇટીઆઇ ના આચાર્ય ,RESTI ફેકલ્ટી, ડીઍલએમ,એપીઍમડી, ટીઍલએમ,એપીઍમટી, સીસી , આઈટીઆઇના અલગ અલગ ટ્રેડ ના ઇન્સ્ટ્રકટર ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઉપસ્થિત SHG VO CLF ના બહેનોને તેમજ કૃષિ સખી,પશુ સખી તથા ઉદ્યોગ સખીને અને આઇટીઆઇ ના તાલીમાર્થીઓને સરકારની વિવિધ વિકાસ લક્ષી યોજનાઓ બાબતે અવગત કરી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.આયોજિત કાર્યક્રમ નિમિતે *3 સ્વ સહાય જૂથ દ્વારા નિર્મિત/ ઉત્પાદિત ચીજ વસ્તુઓની પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું.જ્યારે સમૃદ્ધિ દિવસની ઉજવણી નિમિતે ઘોઘંબા તાલુકાના સીઍલએફ અને વીઓ ની મિટિંગ રાખવામા આવી હતી.જેમા સરકારની યોજનાઓ સાથે કન્વર્ઝન્સ દ્વારા આજીવિકા ઉભી કરવા જાણકારી આપવામા આવી હતી.તેમજ લખપતી દીદી ની મુલાકત લેવામા આવી હતી અને જે પશુપાલન ની પ્રવૃતિ કરે છે. તેઓ 10 ગાયોનું પાલન કરે છે અને દરોજનું સવાર અને સાંજે 45-50 લિટર દૂધ ડેરીમાં ભરે છે દર 15 દિવસે 25000 થી 30000 ની કમાણી પણ થાય છે.તેવી જાણકારી આપવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!