ARAVALLIMODASA

અરવલ્લી : તિરૂપતિ કપાસિયા તેલના પૈસા આપીને તમે ડુપ્લીકેટ તેલ તો નથી ખાઈ રહ્યા ને…!! SOGએ મોડાસા GIDC લક્ષ્મી પ્રોટીન્સમાં રેડ કરી એકને દબોચ્યો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : તિરૂપતિ કપાસિયા તેલના પૈસા આપીને તમે ડુપ્લીકેટ તેલ તો નથી ખાઈ રહ્યા ને…!! SOGએ મોડાસા GIDC લક્ષ્મી પ્રોટીન્સમાં રેડ કરી એકને દબોચ્યો

*મોડાસા GIDCમાં આવેલી લક્ષ્મી પ્રોટિન્સમાં વર્ષોથી બ્રાન્ડેડ તેલના ડબ્બામાં પામોલીન તેલ ભરી વેચાણ કરતો હોવાની ચર્ચા*

 

*SOG પીએસઆઇ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલાવડ કરતા લક્ષ્મી પ્રોટીન્સના માલિક અમિત શાહને દબોચ્યો*

 

*મોડાસા GIDCમાં હલકી કક્ષાનું કે પછી પામોલીન તેલના ટેન્કર મોટા પ્રમાણમાં આવતા હોવાનું જણાવતા જીઆઈડીસીના સૂત્રો*

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની ગણેશપુર જીઆઈડીસીમાં આવેલી લક્ષ્મી પ્રોટીન્સ નામની તેલ બનાવતી ફેકટરીમાં જુના તિરૂપતિ કંપનીના ખાલી ડબ્બામાં અન્ય તેલ ભેળવીને તિરુપતિને નામે વેચવાનું કૌભાંડનો જીલ્લા એસઓજી પોલીસે પર્દાફાશ કરી કંપનીના માલિક અમિત કિશન શાહને દબોચી લઇ 18 હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો લક્ષ્મી પ્રોટિન્સમાં બ્રાન્ડેડ કંપીના ખાલી ડબ્બાઓ ફેરિયાઓ પાસેથી મેળવી મોડાસા શહેર સહીત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓની મીલીભગતથી ધૂમ વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરવામાં આવતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

મોડાસા શહેરની જીઆઈડીસીમાં આવેલ લક્ષ્મી પ્રોટીન્સ નામની તેલ બનાવતી કંપનીમાં તિરૂપતિ કંપનીના તેલના જુના ડબ્બાઓ પર તિરૂપતિ કંપનીના સ્ટીકર અને બુચ લગાડી અન્ય તેલ ભરી બજારમાં વેચાણ કરતો હોવાની બાતમી જીલ્લા એસઓજી પોલીસને મળતા તાબડતોડ રેડ કરી લક્ષ્મી પ્રોટીન્સ કંપનીમાંથી રીફાઇન્ડ તિરૂપતિ કપાસિયા તેલ 15 કી.ગ્રા માર્કવાળા સ્ટીકરનું ડુપ્લીકેટીંગ કરી જુના વપરાયેલ તેલના ડબ્બા 8 કીં.રૂ 18816/-માં અન્ય તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર 36 અને બુચ 38 મળી આવતા પોલીસે લક્ષ્મી પ્રોટીન્સ અમિત કિશનલાલ શાહ (રહે,લક્ષ્મીકુંજ સોસાયટી,બસ સ્ટેન્ડ પાછળ, મોડાસા) ને દબોચી લીધો હતો

અરવલ્લી જીલ્લા એસઓજી પોલીસે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં કોપી રાઈટ એક્ટ મુજબ ગુન્હો નોંધાવી અમિત કિશનલાલ શાહ (રહે,લક્ષ્મીકુંજ સોસાયટી,બસ સ્ટેન્ડ પાછળ, મોડાસા)ને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!