AHAVADANG

ડાંગ: આહવા ખાતે આવેલ સ્વરાજ આશ્રમ શાળાનાં ટ્રસ્ટી સહિત અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલ પ્રતિષ્ઠિત ડાંગ સ્વરાજ આશ્રમનાં ટ્રસ્ટી એવમ પિતા સહિત અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ પુત્ર દ્વારા ચોરીનાં આક્ષેપો સાથે આહવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી….ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલ ડાંગ સ્વરાજ આશ્રમનાં ટ્રસ્ટી એવા વનરાજભાઈ નાયકનાં પુત્ર અમિતભાઈ નાયકે આહવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી જણાવ્યુ છે કે ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે એક વર્ષ અગાઉ નિવૃત્ત થયેલ ગૃહમાતા પારૂલબેન મોરારજીભાઈ નાયક અને દિકરો નામે પાર્થભાઈ મોરારજીભાઈ નાયક હાલમાં આ બન્ને જણા પણ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે રહે છે.આ પાર્થભાઈ તેના કેટલાક અસામાજિક મિત્રો સાથે મળી તેઓને આશ્રમ ખાતે બોલાવી નશો કરવાની તેમજ જુગાર જેવી અસામાજિક પ્રવૃતિઓ કરતો આવેલ છે.આ ઉપરાંત આ પાર્થભાઈ આશ્રમમાં ભણતા ગરીબ અને નબળા વર્ગના વિધાર્થીઓને પણ નશો કરવા જેવી અસામાજિક પ્રવૃતિમાં ભેળવવા સતત પ્રયત્ન કરતો આવેલ છે.સને 2020-21નાં સમયગાળા દરમ્યાન આશ્રમમાં ભણતા વિધાર્થીઓની કેટલીક ચીજવસ્તુઓ જેવી કે , કેલક્યુલેટર,પુસ્તકો,બુટ તથા ચંપલોની જોડીઓ વિગેરે મળી આશરે 30,000 કિંમતની ચીજવસ્તુઓ ચોરીમાં ગયેલ છે.વધુમા સને 2021-22ના વર્ષમાં વિધાર્થીઓની 9,000ની ચીજવસ્તુઓ ચોરીમા ગયેલ હોવાનુ મારા ધ્યાને આવેલ છે.આ બનાવ બાબતે આમોએ આશ્રમના ગૃહપતિ નાઓને મૌખિકમા જાણ કરેલી તેમજ સેક્રેટરીનાઓને લેખિતમાં જાણ કરેલ હોવા છતાં તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામા આવેલ નહિ આ બાબતે પાર્થભાઈ નાયક તથા તેની સાથેના આશ્રમની બહારના તેના અસામાજિક મિત્રોને ખબર પડતા મને તેઓ દ્વારા માર મારવામાં આવેલ હતો.આ બાબતે અમોએ આશ્રમના મંત્રી એટલે કે મારા પિતાજી વનરાજભાઈ નાયક નાઓને કહેતા તેઓ પણ છેલ્લા ત્રણ વર્ષથી તેઓને આડકતરી રીતે બચાવી તેઓને મદદ કરતા આવેલ છે.ફેબ્રુઆરી – માર્ચ 2023નાં સમયગાળામાં બાળકોના સાંજની સાત વાગ્યાની પ્રાર્થનાના સમયગાળા દરમ્યાન આશ્રમમાં આવેલ હોસ્ટેલના કોમ્પ્યુટર રૂમમાં મુકેલ મારા મોબાઈલ ફોનનુ ચાર્જર કિ.રૂ 350, ગ્લુસ્ટીક કિ.રૂ 20, પાંચ કવર કિ.રૂ 25,બાર કાળી પેનનો સેટ કિ.રૂ 120,પાંચ ટેનિસ બોલ કિ.રૂ .250, ટેનિસ ક્રિકેટ બેટ કિ.રૂ 1500,મારા નંબર વાળા ચશ્મા કિ.રૂ 2500 ,એક દિવાલ ઘડિયાળ કિ.રૂ 250ની ચોરી થયેલ હોવાનુ અમારા ધ્યાને આવેલ હતુ.આ ઉપરાત ડિસેમ્બર 2022 મા હોસ્ટેલના રૂમ નં .4 મા લગાડેલ બે ટ્યુબ લાઈટ કિ.રૂ 500 તથા પોતા મારવાના દંડાઓના ત્રણ સેટ કિ.રૂ 300 પણ ચોરી થયેલ હોવાનુ જણાઈ આવેલ હતુ.ઉપરોક્ત ચોરીમાં ગયેલ તમામ ચીજવસ્તુઓ આશ્રમમા રહેતા પાર્થભાઈ નાયક નાઓ તથા તેની સાથેના આશ્રમની બહારના અસામાજિક મિત્રો નાઓએ મળીને ચોરી કરેલ છે અને આ તમામ ચીજવસ્તુઓ લોકલ બજારમાં વેચી દિધેલ છેઆ ઉપરાંત મારા ઘરમાથી સને 2023-23ના અરસામા આશરે ચાર પેન ડ્રાઈવ કિ.રૂ 2000, મોટર સાયકલ , કોમ્પ્યુટર રૂમની તથા અન્ય ચાર ચાવીઓનો સેટ તેમજ મારી ત્રણ પેન્ટ ,ચાર શર્ટ ,અને અંડર ગારમેન્ટની ચોરી થયેલ હતી.અને આ મારા ઘરમા થયેલ ચોરીઓ બાબતે મારા પિતાજી પણ તમામ ઘટનાઓથી વાકેફ હોવા છતાં કોઈ કાર્યવાહી નહી કરી ઉપરોકત ઈસમોને મદદ કરતા આવેલ છે.જેથી આજરોજ અમિત નાયકે ટ્રસ્ટી પિતા એવા વનરાજભાઈ ધીરૂ નાયક,પાર્થભાઈ નાયક,સોનલબેન નાયક તથા બે નામ ઠામ વગરનાં ઈસમો વિરુદ્ધ આહવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આહવા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!