GUJARATPANCHMAHALSHEHERA

શહેરાની સરકારી વિનયન કોલેજમાં ‘સ્વર રણકાર’ દેશભક્તિ સંગીત કાર્યક્રમ યોજાયો

 

પ્રતિનિધિ શહેરા તા.28

નિલેશભાઈ દરજી શહેરા

 

શહેરા તાલુકાની કાંકરી ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં ‘સ્વર રણકાર’ શીર્ષક હેઠળ દેશભક્તિ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીત-સંગીત-નૃત્ય ધારા અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આયોજિત આ કાર્યક્રમે શ્રોતાઓને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધા હતા.

આ કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકારોએ રજૂ કરેલા દેશભક્તિ ગીતોએ ઉપસ્થિત સૌના હૃદયમાં રાષ્ટ્રભાવના જગાવી હતી. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, અને પોતાની સર્જનાત્મક તેમજ ભાવનાત્મક અભિવ્યક્તિ પ્રગટ કરી હતી જેના કારણે સમગ્ર કાર્યક્રમ ખુબ જ યાદગાર બની રહ્યો હતો.

આ અવસરે કોલેજના આચાર્ય ડૉ. જયશ્રીબેન જોષી એ પ્રેરણાદાયી ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, “આવા કાર્યક્રમો માત્ર રાષ્ટ્રપ્રેમને જગાડતા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સભ્ય અભિવ્યક્તિ, તાલમેલ અને સંગઠન ક્ષમતા જેવા જીવનઉપયોગી ગુણોનો સર્વાંગી વિકાસ કરે છે.”

આ ભવ્ય કાર્યક્રમનું સંચાલન ગીત-સંગીત-નૃત્ય ધારા કો-ઓર્ડીનેટર ડૉ. રાહુલ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર આયોજન સપ્તધારા કો-ઓર્ડીનેટર શૈલેષકુમાર રાઉલજીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું. કાર્યક્રમના અંતે ડૉ. કર્ણસિંહ જાદવ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!