DANG

ડાંગ જિલ્લાના ગોદડિયા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની તાલીમ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગમાં પ્રાકૃતિક ગોદડીયા ખેડૂત ઉત્પાદક સંઘના ગોદડીયા ગામેં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની તાલીમ યોજાઈગુજરાત સરકારની સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા યોજના હેઠળ ઇમ્પલીમેન્ટેશન એજન્સી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત સરકારનું સાહસ અને હેન્ડ હોલ્ડિંગ એજન્સી ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ દ્વારા ડાંગ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ અંગેની વિવિધ તાલીમો ચાલી રહી છે.જેમાં પ્રાકૃતિક ગોદડિયા ખેડૂત ઉત્પાદક સંઘ ઇન્ટર્નલ ક્લસ્ટર સિસ્ટમ આઈ સી એસ ના ગોદડીયા ગામમાં ખેડૂતની તાલીમનું આયોજન થયું જેમાં પ્રાકૃતિક કૃષિના ડાંગ જિલ્લાના માસ્ટર ટ્રેનર શ્રી શ્રી સંજયભાઈ સાથે ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ ના આસિસ્ટન્ટ મેનેજર ભરતભાઈ સોલંકી તથા પ્રકૃતિમિત્ર ફાઉન્ડેશનના શુભમભાઈ અને ઓર્ગેનિક સર્ટિફિકેશન હેઠળ રજીસ્ટર અને સી વન સર્ટિફિકેટ મેળવેલ ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા સૌપ્રથમ ભરતભાઈ સોલંકી દ્વારા આવેલ ખેડૂતોનો આભાર માન્યા બાદ માનનીય શ્રી સાઈરામભાઈ દવેના આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગના ગીતનું ડાંગમાં ચાલતી આદર પદ્ધતિ નાગલી અને અળસિયા વિશે ના વિડીયો બતાવી સમજણ આપવામાં આવી હતી.
ત્યારબાદ માસ્ટર ટ્રેનર સંજયભાઈ દ્વારા પધારેલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવામાં ઉપયોગી એવા બીજા મૃત જીવામૃત ઘન જીવામૃત વાઘસા અને આચ્છાદન તથા મિશ્ર પાક વિશે સમજૂતી આપવામાં આવી અને બીજા અમૃત જીવામૃત ઘન જીવામૃતનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું
ત્યારબાદ ભરતભાઈ સોલંકી દ્વારા આઇસીએસ પદ્ધતિ તેના માટે જરૂરી દસ્તાવેજ તથા આહવા તાલુકામાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો માટે બનેલા એફપીસી ફાર્મર પ્રોડ્યુસર કંપની વિશે સમજણ આપવામાં આવી તથા આઈસીએસ માં જોડાયેલા વધુમાં વધુ ખેડૂતો એફઓપીસી માં જોડાય અને પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવે તેવી સમજણ આપવામાં આવી.

Back to top button
error: Content is protected !!