વાત્સલ્યમ્ સમાચાર
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારીસ્વામી વિવેકાનંદ જન્મજયંતિ અવસરે ૧૨મી જાન્યુઆરી થી ૧૬મી જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે ૨૬ મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ કર્ણાટક રાજ્યના હુબલી ધારવાડ ખાતે ” વિકસિત યુવા – વિકસિત ભારત થીમ સાથે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
નહેરુ યુવા કેન્દ્ર નવસારી, અને રમતગમત મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય યુવા મહોત્સવ-હુબલીમાં નવસારી જિલ્લાના જિલ્લામાંથી બે પ્રતિનિધિની પસંદગી કરવામાં આવી હતી. જેમાં શિલ્પકૃતિ કેટેગરીમાં કુમારી ધનશ્રી બાનેકર તથા યુવા સમિટ કેટગરીમાં કુમારીપર્લ સાવલાએ નવસારી નહેરુ યુવા કેન્દ્ર તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. હુબલી ખાતે પાંચ દિવસ યોજનારા કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી વર્ષા રોઘા પણ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.