GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જીલ્લા એસઓજી પોલીસે કાલોલના વેજલપુર થી બોગસ પાસપોર્ટ બનાવનાર ટ્રાવેલ્સ એજન્ટ ની અટકાયત કરી

તારીખ ૧૦/૦૯/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જીલ્લા એસઓજી પોલીસ ને ગુપ્ત રાહે બાતમી મળેલ કે વેજલપુર ખાતે ઉસમાનીયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવનાર મુસ્તાક હુસેન પાડવા રે. મોટા મહોલ્લા વેજલપુર પાસપોર્ટ કઢાવવા માટે પોતાનુ સરનામુ અને નામ બદલી મુસ્તકીમ હુસેન પાડવા રે રાવપુરા મચ્છી પીઠ,સરવન ટેકરા નુ ખોટુ બનાવી તે આધારે આધાર કાર્ડ બનાવી મુત્સકિમ હુસેન પાડવા નામ નો અનધિકૃત રીતે પાસપોર્ટ બનાવેલ છે અને રીજનલ ઓફિસ અમદાવાદ ખાતે જરૂરી પત્ર લખીને મેળવતા પાસપોર્ટ મા પ્રથમ પેજ પર અને બીજા પેજ પર નામ સરનામુ અલગ અલગ જોવા મળેલ જેથી મુસ્તાક હુસેન પાડવા ને રૂબરૂમાં મળી તેના દસ્તાવેજો ગેરકાયદે જણાય તો કાયદા હેઠળ પ્રક્રિયા કરવા પંચો રૂબરૂ કાર્યવાહી કરવા પોલીસે તેની ટ્રાવેલ્સ ઓફિસે જતા તે હાજર મળી આવેલ જેને પોતાનો પાસપોર્ટ અને આધારકાર્ડ રજૂ કરવા જણાવતા પોતાના ડ્રોવર માથી પાસપોર્ટ રજૂ કરેલ જેમા મુસ્તકીમ નામ અને સરનામુ વડોદરા નુ હતુ અને આ નામ ધારણ કરીને સાઉદી અરેબિયા ખાતે બે વાર હજ અને ઉમરાહ કરવા જઈ આવેલ વધુમાં તેની પાસે બે અલગ અલગ આધાર કાર્ડ જોવા મળેલ જેમા જન્મ તારીખ એક સરખી છે જે બાબતે પોલીસે પુછપરછ કરતાં જણાવેલ કે પોતાના નામે વેજલપુર પોલીસ મથકે બે ગુના નોંધાયા હતા જેથી મુસ્તાક નામથી પાસપોર્ટ નીકળી શકતો નહોતો તેથી અન્ય એક ટ્રાવેલ એજન્ટ ને આ બાબતે વાત કરતા રૂ ૫૦૦૦ લઈ અલગ નામ ધારણ કરીને મુસ્તકીમ નામનુ આધાર કાર્ડ બનાવી પાસ પોર્ટ બનાવેલ પોલીસે બે અલગ અલગ આધારકાર્ડ કબજે કરી પાસપોર્ટ કબજે કરેલ અને આરોપી મુસ્તાક હુસેન પાડવા ને મુસ્તકીમ હુસેન પાડવા નુ ખોટુ નામ ધારણ કરીને ખોટા દસ્તાવેજો બનાવી ખોટા દસ્તાવેજો હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી પાસપોર્ટ બનાવી પોતાનો ગુનાહિત ઇતિહાસ છુપાવી ખોટુ નામ ધારણ કરીને વિદેશ યાત્રા કરેલ જે બાબતે એસઓજી પોલીસે વેજલપુર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી પાસપોર્ટ એકટ અને બનાવટી દસ્તાવેજો બનાવવા ની કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!