GUJARATMEGHRAJ

મેઘરજ ગ્રા.પં ના મહિલા તલાટીના પતિના વાયરલ વિડીયો મામલે ડી.ડી.ઓ એ ટી.ડી.ઓ પાસે અહેવાલ માંગ્યો.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ ગ્રા.પં ના મહિલા તલાટીના પતિના વાયરલ વિડીયો મામલે ડી.ડી.ઓ એ ટી.ડી.ઓ પાસે અહેવાલ માંગ્યો.

અરવલ્લી જિલ્લામાં એક પછી એવી ઘટનનાઓ પ્રકાશમાં આવતી હોય છે જેને લઈ વહીવટીતંત્ર સામે સવાલો ઉઠતા હોય છે.ગત મંગળવારે ભગવાન પરશુરામ જયંતીની જાહેર રજાના દિવસે મેઘરજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રોડ પાસે ઉભા કરેલ ખૂંટા સાથે છાંયડે બાંધેલ ભેંસ છોડી ખુંટા કાપી તડકા માં ભેંસ ને છોડી મૂકવા મુદ્દે કરાયેલી રજૂઆત મામલે કાર્યવાહી કરવામાં આવેલા તલાટી સાથે આવેલા તેમના પતિ વહીવટ કરતા હોવા ને લઈ મામલો ગરમાયો હતો.જેની મીડિયા કર્મીને મળેલી રજુઆત બાદ કવરેજ કરવા પહોંચેલા મીડિયા કર્મીએ તલાટી પતિને પૂછ્યું કે તમે તલાટી છો તેમ કહેતા જ તલાટી પતિ ઉશ્કેરાઈ ગયેલા ગયો હતો.એટલુંજ નહિ તલાટી પતિએ મોબાઈલ ફોન ઝૂંટવી લઈ હુમલો કરવાના પ્રયાસના આક્ષેપ કર્યો હોવાના આક્ષેપ અને તીવ્ર ગતિએ ઘટનાઓ વિડીયો વાયરલ થયા બાદ જેનો મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી એ મેઘરજ તાલુકા વિકાસ અધિકારી પાસે અહેવાલ માંગ્યો છે.શુ કાર્યવાહી થાય છે તેના પર નજર રહેશે

વિડીયો વાયરલ બાદ દિવ્યાંગ પત્રકાર સામે મેઘરજ ગ્રામ પંચાયતના તલાટીએ મેઘરજ પોલીસ મથકે અરજી કરી છે ,આ અરજી સંદર્ભે દિવ્યાંગ પત્રકાર પોલીસ મથકે જવાબ રજૂ કર્યો હોવાનું અને તલાટી તેમજ તેના પતિ ધ્વારા કરવામાં આવેલ ખોટા આક્ષેપો ને લઈ દિવ્યાંગ પત્રકારે કોર્ટે રુહે ન્યાય માટે ની તૈયારીઓ દર્શાવી છે, બીજી તરફ દિવ્યાંગ પત્રકારે CMO પોર્ટલ પર ઓનલાઇ ફરિયાદ પણ નોંધાવી યોગ્ય ન્યાય માટે માંગણી કરી હોવા જાણવા મળ્યું હતું.

Back to top button
error: Content is protected !!