GUJARATJUNAGADH

જુનાગઢ જિલ્લાના વરસાદથી અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા OPD શરૂ કરાઇ

રોગચાળો અટકાવવા તંત્ર દ્વારા કરાઈ રહેલો ડોર ટુ ડોર સર્વે

કલેકટરશ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રોગચાળો ન વક્રે તે માટે ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોમાં OPD એટલે કે આરોગ્ય તપાસણી શરૂ કરવામાં આવી છે. આ સાથે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેના માધ્યમથી લોકોના આરોગ્યને તપાસવામાં આવી રહ્યા છે. જુનાગઢ જિલ્લામાં આજરોજ માણાવદર તાલુકામાં ભારે વરસાદ દરમિયાન સેલ્ટરહોમ ખાતે આશ્રિતોના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા. તેમજ RBSKટીમ દ્વારા ફિલ્ડ OPDનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જૂનાગઢ જિલ્લાના મેંદરડા, માંગરોળ, કેશોદ, વંથલી વગેરે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યને અનુલક્ષીને આરોગ્ય વિભાગ આરોગ્ય લક્ષી જનજાગૃતિ કેળવવામાં આવી હતી. લોકોને સ્વચ્છ અને કલોરીન યુક્ત પાણી પીવા, ઝાડા ઉલટી ના કેસમાં ઓઆરએસ નો ઉપયોગ કરવા, વાસી અને બહારનો ખોરાક નહીં ખાવા વગેરે જાણકારી લોકોને આપવામાં આવી હતી.

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!