અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં ખુલ્લી ગટરોથી અકસ્માતનો ભય,ગંદકીથી સ્થાનિકોને આરોગ્યને ખતરો :ખુલ્લી ગટરોનું કામ પૂર્ણ કરવા માંગ
અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમા ગટર લાઈનની સમસ્યાઓ છેલ્લા કેટલાય સમયથી યથાવત રહી છે ત્યારે આ અંગે અગાઉ સ્થાનિક રહીશો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સમસ્યાના નિરાકરણ માટે સૂત્રોચાર કર્યા હતા ત્યારે પુનઃ છ એક દિવસ અગાઉ તંત્ર દ્વારા પંચાલ રોડ થી ફોરેસ્ટ કોલોની સુધીની ગટર લાઈનો ખુલ્લી કરી દેતા આશરે પાંચ ફૂટ કરતા વધારે ઊંડાઈ ધરાવતી ગટર લાઈનમાં ટ્રેક્ટર ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો અને ભારે જહેમત બાદ ટ્રેક્ટરને બહાર કાડવામાં આવ્યું હતું ત્યારે ખુલ્લી કરેલ ગટર લાઈનથી અકસ્માતનો મોટો ભય ઉભો થયો છે અને છ દિવસનો સમય વીતવા છતાં ખુલ્લી કરેલ ગટર લાઈન અંગે કોઈ કાર્યવાહી ન કરાતા ખરાબ દુર્ગંધ અને ગંદકીથી વેપારીઓ,રાહદારીઓ અને પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે અને ખરાબ દુર્ગંધ અને ગંદકીથી આરોગ્ય સામે ખતરો ઊભો થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. ગટર લાઈન ખુલ્લી કરી દેતા વેપારીઓ દુકાનમાં જઈ શકતા ન હોવાથી વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે ત્યારે તંત્ર દ્વારા તાકીદે ખુલ્લી કરેલ ગટર લાઈનનું કામ પૂર્ણ કરી વેપારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી વેપારીઓમાં માંગ પ્રબળ બની છે