ARAVALLIMODASA

અરવલ્લીમાં વાવાઝોડું : ભિલોડા-મેઘરજ પંથકમાં ભારે તારાજી સર્જી, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધીએ કલેકટરને પત્ર લખી સહાયની માંગ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં વાવાઝોડું : ભિલોડા-મેઘરજ પંથકમાં ભારે તારાજી સર્જી, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધીએ કલેકટરને પત્ર લખી સહાયની માંગ

*મેઘરજ-ભિલોડા પંથકમાં કાચા મકાનો અને લારી-ગલ્લાને ભારે નુકશાન થવાની સાથે કેરીઓ ખરી પડતા ખેડૂતોના મોં માં આવેલ કોળિયો છીનવાયો*


હવામાન વિભાગે અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં હળવા થી મધ્યમ વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરી હતી ત્યારે રવિવારે રાત્રીના સુમારે અરવલ્લી જીલ્લામાં મીની વાવાઝોડું ત્રાટકતા ભારે તબાહી સર્જી છે ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા કેટલાક મકાનોની છત ઉડી જવાની સાથે ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા ખેડૂતો સહીત પ્રજાજનો માટે મીની વાવાઝોડું આફતરૂપી સાબિત થયું છે મેઘરજના ખોખરીયા ગામે વીજળી પડવાથી લક્ષ્મણ ભાઈ ની ભેંસનુ મોત થતા ટીડીઓએ સહાય ચૂકવવા તંત્રને પત્ર લખ્યો છે

અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ જીલ્લા કલેકટરને આવેદન પત્ર લખી વાવાઝોડાની સાથે ત્રાટકેલ ભારે વરસાદના પગલે ભિલોડા,શામળાજી, મેઘરજ, માલપુર સહીત જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કાચા મકાનોના નળિયા-પતરા ઉડી જવાની સાથે લારી-ગલ્લા વાળાઓને પારવાર નુકશાન થયું છે અંતરિયાળ વિસ્તારોમાં ઠેર ઠેર વીજ પોલ ધરાશયી થતા લોકો કુદરતી આફતનો ભોગ બનતા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવી અસરગ્રસ્ત પરિવારોને સહાય ચુકવવામાં આવેની માંગ કરી હતી

ભિલોડા-મેઘરજ પંથકમાં અનેક વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાતા લોકો અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે અંતરિયાળ વિસ્તારોમાં બે થી ત્રણ દિવસ વીજળીથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે વીજતંત્ર ખડેપગે સમારકામ હાથધર્યું છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!