GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રીનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું

MORBI:સેવા એ જ સંપત્તિ દ્વારા આયોજીત પાટીદાર ‘વેલકમ નવરાત્રી’નું વિશેષ આયોજન

( સબ ટાઇટલ) સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન અને અજય લોરિયા દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવ 14 તારીખે વેલકમ નવરાત્રીનું પ્રથમ વખત આયોજન, બાળકો માટે હીંચકા લપસિયાની પ્રથમ વખત સગવલ ઊભી કરાઇ, હાર્ટ એટેકના બનાવ વધતા એમ્બ્યુલન્સ રહેશે તૈનાત

(બોકસ)ફરજીયાત તિલક કરાવીને પ્રવેશ આપવામાં આવશે, તિલક વગર નો-એન્ટ્રી

મોરબીમાં રવાપર ધુનડા રોડ પર આવેલ રામેશ્વર ફાર્મ ખાતે સૈનિક પરિવારના લાભાર્થે અને ગૌશાળાના લાભાર્થે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજનને લઈને વર્તમાન વર્ષમાં કરવામાં આવેલ વિશેષ આયોજન માટે મોરબીની જનતાને અવગત કરવા આયોજકો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.

સેવા એ જ સંપત્તિના ફાઉન્ડર અજયભાઇ લોરિયા દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં તિલક કરવું ફરજીયાત છે, તિલક વિના નો-એન્ટ્રી. પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આવતા તમામ લોકોને એન્ટ્રી ગેટ પાસે દીકરીઓ દ્વારા તિલક કરીને પછી જ એન્ટ્રી આપવામાં આવશે, અને અંદર ગ્રાઉન્ડમાં પણ તિલક વિના ખેલૈયા જોવામાં આવશે તો તેને ગેટ બહાર કરવામાં આવશે. તેમજ આ વર્ષે ગ્રાઉન્ડમાં જ નાના બાળકોને રમવા માટે હીંચકા લપસીયા અને અન્ય રમત ગમ્મતના સાધનો રાખવામાં આવ્યા છે જેથી કરી વાલીઓ રમી શકે તેમજ માઁ ના ગુણગાન કરી શકે

આ વર્ષે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં સૌ પ્રથમવાર વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫ઓક્ટોબરના રોજ પ્રથમ નોરતું છે, જયારે ૧૪ ઓક્ટોબરના રોજ ‘વેલકમ નવરાત્રી’ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે લોકોએ સ્પોન્સરશીપ લીધી છે તેમજ પાસ લીધેલ છે તેઓને વેલકમ નવરાત્રીમાં ફ્રી એન્ટ્રી છે તેમજ પ્રસાદનું પણ આયોજન કર્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!