BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતીને આવનારી ભરૂચ ની દીકરી ઋષીથા

સમીર પટેલ, ભરૂચ
૬૮ની રાષ્ટ્રીય સ્કૂલ ગેમ્સ શૂટિંગ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ ડિસ્ટ્રિક રાઈફ્લ એસોસિયેશન નું નામ રોશન કર્યું છે જે ભરૂચ જિલ્લા માટે ગૌરવ ની વાત છે. કોચ મિત્તલ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ લઈ ભરૂચ ના શૂટર અવારનવાર મેડલ નો વરસાદ કરતાજ હોય છે. પ્રેસિડેન્ટ અરૂણસિંહ રાણા અને સેક્રેટરી અજય ભાઈ પંચાલએ ઋષિથા સેલવા ને અભિનંદન પાઠવી તેને આવનાર સ્પર્ધાઓમાં આગળ વધવા પ્રોત્સાહિત કરેલ છે. ૧૧ વર્ષ ની ઋષિથા રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી ભરૂચ નું નામ રોશન કરી શકે છે તો ભરૂચ ના બીજા બાળકો એ પણ આગળ આવી શૂટિંગ શેત્રે જોડાવું જોઈએ તેમ લોકો ઈચ્છી રહ્યાં છે.




