GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં ચૂંટણી અનુલક્ષીને પત્રકાર પરિષદ યોજાઇ

નવસારી જિલ્લાના ૧૧૧૬ મતદાન મથકો પર ચૂંટણી કામગીરી કુલ ૫૩૫૬ સ્ટાફ ફરજ બજાવશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ૧૧૧૬ મતદાન મથકો પર ચૂંટણી કામગીરી કુલ ૫૩૫૬ સ્ટાફ ફરજ બજાવશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં લઈને નવસારી  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ આ પ્રસંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવાર ના રોજ ચૂંટણી યોજાનાર છે. જેના માટે ભારતના ચૂંટણી પંચ તરફથી બહાર પાડેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની તારીખ- તા.૧૨/૦૪/૨૦૨૪, શુક્રવાર, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ- તા.૧૯/૦૪/૨૦૨૪, શુક્રવાર, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ- તા.૨૦/૦૪/૨૦૨૪, શનિવાર, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ- તા.૨૨/૦૪/૨૦૨૪, સોમવાર, મતદાનની તારીખ- તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવાર, મતગણતરીની તારીખ- તા.૦૪/૦૬/૨૦૨૪, મંગળવાર, અને ચૂંટણી પ્રક્રિયા પુરી કરવાની છેલ્લી તારીખ- તા.૦૬/૦૬/૨૦૨૪, ગુરૂવાર છે.

આ ઉપરાંત નવસારી જિલ્લા અંગે વિગતવાર જોઇએ  તો, નવસારી જિલ્લામાં ૪ (ચાર) વિધાનસભા મતવિભાગ આવેલા છે. જેમાં ૧૭૪-જલાલપોર, ૧૭૫-નવસારી, ૧૭૬-ગણદેવી (અ.જ.જા), અને ૧૭૭-વાંસદા(અ.જ.જા)નો સમાવેશ થાય છે. જયારે ૨૫-નવસારી સંસદીય મતવિભાગમાં ૭ (સાત ) વિધાનસભા મતવિભાગ આવેલા છે. જેમાં ૧૬૩- લીંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૭૪-જલાલપોર, ૧૭૫-નવસારી, અને ૧૭૬-ગણદેવી (અ.જ.જા) નો સામાવેશ થાય છે.

મતદારોની વિગત જોઇએ તો, નવસારી જીલ્લામાં પુરુષ મતદારો-૫,૩૮,૬૮૬  અને સ્ત્રી :- ૫,૪૪,૧૪૫ તેમજ અન્ય :- ૩૪ મળી કુલ :- ૧૦,૮૨,૮૬૫ મતદારો  નોંધાયેલા છે. જ્યારે ૨૫-નવસારી સંસદીય મતવિભાગમાં પુરુષ મતદારો-૧૧,૮૩,૮૦૮ અને  સ્ત્રી :- ૧૦,૧૪,૧૦૮ તેમજ અન્ય :- ૧૧૭ મળી કુલ :-૨૧,૯૮,૦૧૯ મતદારો છે. તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૫/૦૧/૨૦૨૪ દરમિયાન ૧૮-૧૯ વયજુથના કુલ- ૯૭૮૪ તેમજ ૨૦-૨૯ વયજુથના કુલ- ૫૧૮૧ એમ તમામ વયજૂથના  કુલ-૧૯,૮૯૭ મતદારો નવસારી જીલ્લામાં નવા નોંધાયેલ છે.

નવસારી જીલ્લામાં શહેરી વિસ્તાર-૨૧૨, ગ્રામ્ય વિસ્તાર- ૯૦૪  મળી કુલ -૧૧૧૬ મતદાન મથકો છે જ્યારે ૨૫-નવસારી સંસદીય મતવિભાગમાં શહેરી વિસ્તાર-૧૪૨૮, ગ્રામ્ય વિસ્તાર- ૬૪૬ મળી કુલ- ૨૦૭૪ મતદાન મથકો છે. આ ઉપરાંત દરેક વિધાનસભા મતવિભાગમાં ૭ સખી, ૧ યુવા સંચાલિત, ૧ પીડબલ્યુડી અને  ૧ મોડલ મતદાન બનાવવામાં આવશે. જેમાં નવસારી જિલ્લાના ૧૧૧૬ મતદાન મથકો પર ચૂંટણી કામગીરી કુલ ૫૩૫૬ સ્ટાફ ફરજ બજાવશે, તેમજ ૫૮ માઇક્રો ઓબ્ઝર્વર ફરજ બજાવશે.

આ સાથે જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના ભાગ રૂપે જિલ્લા તંત્ર દ્વારા બેનર, હોડીંગ્સ, ઝંડી, પોસ્ટર ભીંત લખાણો, કટઆઉટ વગેરે દુર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ માટે જિલ્લામાં આદર્શ આચાર સંહિતા (MCC), ફલાઇંગ સ્કવોર્ડ સહિત વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

C-Vigil પર મળતી ફરીયાદોને ૧૦૦ મિનિટમા નિકાલ કરવામાં આવશે. જીલ્લા કક્ષાએ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરેલ છે. જેનો  ટોલ ફ્રી નંબર ૧૮૦0-૨૩૩- ૨૬૨૭ છે. અને હેલ્પ લાઇન નંબર ૧૯૫૦ છે જે તા.૧૬/૦૩/૨૦૨૪ થી ૨૪×૭ ધોરણે કાર્યરત કરવામાં આવેલ છે એમ વધુમાં ઉમેર્યું હતું.

અંતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદારયાદીમાં નવા નામ નોંધણી હેતુ ફોર્મ-6 તા.૦૯/૦૪/૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકાશે એમ જણાવી મતદારોને મતદાન માટે જાગૃત કરવા મીડિયાને સક્રિય ભાગીદારી દાખવવા સાથે આગામી  તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવારના રોજ મતદાન કરી દેશના પર્વમાં સહભાગી થવા જાહેર અપીલ કરી હતી.

આ પત્રકાર પરિષદમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા , નવસારી જિલ્લા પોલીસ અધિક્ક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, નાયબ કલેકટરશ્રી ઓમકાર શીંદે, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેન પટેલ સહિત નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!