GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં 70 ટકા ગાય ભેંસનું રસીકરણ

તા.11/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં પશુપાલકો મોટી સંખ્યામાં પશુઓ ધરાવે છે જેના કારણે દિવસે દિવસે દૂધ ઉત્પાદન શક્તિ પણ જિલ્લામાં વધી રહી છે બીજી તરફ રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ પશુઓમાં રાજ્યવ્યાપી ખરવા મોવાસા રસીકરણ અભિયાન તા 15 ઓક્ટોબરથી તા 31 ડિસેમ્બર 2023 સુધી હાથ ધરાયું હતું જેને લઇને જિલ્લાના 545 ગામડાઓ સહિતના વિસ્તારોમાં ગાય ભેંસોનું રસીકરણ હાથ ધરાયું છે જેના માટે જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ તેમજ સૂરસાગર ડેરીની ટીમના સંયુક્ત પ્રયાસોથી ગાય અને ભેંસોને રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે જેમાં 45 થી વધુ માણસોની ટીમો પણ કામગીરી કરી રહ્યા છે ગાય ભેંસોને 5,41,300 રસીના ડોઝ આપવાનું લક્ષ્યાંક છે પરિણામે તા. 15 ઓક્ટોબરથી લઇને તા. 9 ડિસેમ્બર દરમિયાન જિલ્લામાં 70 ટકા એટલે કે 3,78,910 ગાય-ભેંસોનું રસીકરણ થયું હોવાની વિગતો બહાર આવી હતી આ અંગે જિલ્લાના નાયબ પશુપાલન નિયામક બી.બી.પટેલે જણાવ્યું કે, રસીકરણ માટે જુદા જુદા તાલુકાઓમાં ટીમો બનાવીને કાર્ય કરી રહી છે અને પશુપાલકોમાં પણ પશુઓનુ રસીકરણ કરાવવા માટે જાગૃતતા આવી છે જેના કારણે ગાય ભેંસોનું ઝડપથી રસીકરણ થઇ રહ્યું છે આગામી સમયમાં પણ લક્ષ્યાંક મુજબ ખરવા મોવાસા રસીકરણ પૂર્ણ કરવામાં આવશે વિષાણુથી થતો ચેપીરોગ, તાવ આવે, મોઢામાંથી લાળ પડે, મુખમાં અને ખરીમાં ચાંદા પડે, પશુ લંગડાય, દુધાળા પશુના દૂધ ઉત્પાદનમાં કાયમી ઘટાડો, બળદની કાર્યક્ષમતામાં કાયમી ઘટાડો, પશુની ગરમી સહન કરવાની શક્તિ ઘટે, ગાભણ પશુ તરવાઇ જાય સહિતના ખરવા મોવાસા રોગના ચિન્હો પશુઓમાં થઇ શકે છે આવા કોઇ લક્ષણો પણ જો જણાય તો નજીકના પશુ દવાખાનો પશુપાલક સંપર્ક કરી શકે છે જિલ્લામાં અંદાજે 6,67,254 ની ગાય ભેંસોની સંખ્યા છે પરંતુ ખરવા મોવાસા રસીકરણ અભિયાન તેવી ગાય ભેંસને રસી આપવામાં આવે છે કે જેની ઉંમર 6 મહિનાથી વધુ હોય જ્યારે તેના નીચેની વય ધરાવતી ભેંસ કે ગાયોને આ રસી આપવામાં આવતી નથી આમ છેલ્લા અઢી માસમાં જ રસીકરણમાં 3.78 લાખ ગાય ભેંસને આવરી લેવામાં આવી હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!