GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ભક્તીનગર સર્કલ ઓવરબ્રિજ પાસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

મોરબી: સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મૂળ નેપાળનો વતની અને હાલ મોરબી શહેરના લાયન્સનગર ખાતે રહેતી મહિલા સ્પા સંચાલક બિમલા દેવીપ્રસાદ ઇગ્નાબે આરોપી મહેશભાઇ ગોકળભાઇ મેવા સાથે પાર્ટનરશીપમાં ભક્તીનગર સર્કલ ઓવરબ્રિજ પાસે આવેલ સર્વીસ રોડ ઉપર અફીમ સ્પાનું વહન છે. જ્યાં સ્પાની આડમાં કુટણખાનું ચાલી રહ્યું છે.

આ બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ અફીમ સ્પામાં દરોડા પાડ્યા હતા. જ્યારે આરોપી મહિલા સંચાલક બિમલા રંગે હાથ ઝડપાઈ હતી તેણે પોલીસને કબૂલાત આપી હતી કે પોતે આરોપી મહેશ સાથે ભાગીદારીમાં અફીમ સ્પા ચલાવે છે. જેમાં અલગ અલગ રાજ્ય માંથી સ્પા કરાવવા માટે મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને સ્પાની આડમાં અનૈતિક શરીરસુખ માણવા માટે સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવવામાં આવે છે. આ રેડ દરમિયાન આરોપી મહેશ ઘટના સ્થળે હાજર મળી આવ્યો ન હતો.

આ દરોડા દરમિયાન પોલીસે રોકડ રૂ.૧૨,૫૦૦, મોબાઇલ નંગ-૨ કિંમત રૂ.૧૫૦૦૦ તથા કોન્ડોમ નંગ-૫ સહિત કુલ રૂ.૨૭,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બંને આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શરન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪, ૫(૧)(એ), ૫(૧)(ડી),૬(૧)(બી),મુજબ ગુનો નોંધી આરોપી બીમલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!