KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળાના ૧૪૫ માં સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ.

તારીખ ૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

દરેક ગામ પોતાની શાળાનો સ્થાપના દિવસ ઉજવે એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુચનને ધ્યાનમાં લઇ કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળાના ૧૪૫માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી “વસંતોત્સવ ૨૦૨૩”ની થીમ પર કરવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રીનું વિઝન અને પહેલને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ ૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ’ જાહેર કર્યું છે.જેના ભાગ રૂપે આજરોજ શાળાનો ૧૪૫માં જન્મ દિનની ઉજવણી બાળકો દ્વારા પશ્ચિમી સંસ્કૃતિને હટાવી ને ભારતીય સંસ્કૃતિ મુજબ બાજરીના લોટની કુલેર(લાડું) બનાવીને અનોખી રીતે શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક બાળકને કુલેરના દાતા જીગ્નેશકુમાર સોલંકી દ્વારા વેચવામાં આવી.તેમજ બાળકોને તેમના જન્મ દિવસે કેકની જગ્યાએ કુલેર નોજ ઉપયોગ કરવા’મિલેટ માઇન્ડફુલનેસ સર્જવા માટે જાગૃતિ લાવવા માટે પ્રેરીત કર્યા.આજના તિથિ ભોજન ના દાતા શકીલભાઈ બેલીમ તરફથી પણ બાજરીનો ખોરાકમાં મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરી હતી.આ પ્રસંગે આમંત્રિતો,શિક્ષકો,ધોરણ-૮ના વિદાયમાન વિદ્યાર્થીઓ, દાતાઓ,હોદ્દેદારો અને વ્યક્તિ વિશેષનું સન્માન કરાયુ હતુ. ગ્રામજનો,શાળા સમિતિ,વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોના પ્રયત્નોથી શાળાના વિદ્યાર્થીઓએ”વસંતોત્સવ ૨૦૨૩”અંતર્ગત રાસ, ગરબો, દેશભક્તિ ગીત,મૂક અભિનય, પિરામિડ,લોકગીત જેવા રંગબેરંગી અને મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી એ ફિટ ઇન્ડિયા સ્કૂલ વીકના સહભાગીઓને પ્રમાણપત્ર આપીને દાતાશ્રીઓ કનુભાઈ વણકર,રમણભાઈ વણકર હિતેશભાઈ પારેખ,જીગ્નેશ સોલંકીએ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શાળામાં તેઓએ આપેલ લોક સહયોગ રુ.૪૭૫૦૦/- ના દાનને બિરદાવ્યું હતું.આ પ્રસંગે મહિલા સરપંચ રાસેદાબીબી બેલીમ, પંચાયત સભ્યશ્રીઓ,એસ.એમ.સી. સભ્યો સહિતના ગામના આગેવાનો,વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!