JETPURRAJKOT

જેતપુરમાં હીટરથી પાણી ગરમ કરતી વેળાએ કરંટ લાગતા કિશોરીનું મોત નીપજ્યું

તા.૭/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુરના ભદ્રેશ્વર મંદિર પાસે પાણિયારી શેરી વિસ્તાર માં 11 વર્ષની કિશોરીને હીટરથી પાણી ગરમ કરતી વેળા કરંટ લાગતા મોત નીપજ્યું હતું. તરૂણીના અકાળે મોતને પગલે પરિવારમાં શોક ફેલાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ જેતપુર શહેરના ભદ્રેશ્વર મંદિર પાસે પાણિયારી શેરી વિસ્તાર માં 11 વર્ષની ખુશી ભૂપતભાઇ મચ્છરનું નામની કિશોરી પાણીની ડોલમાં હીટર મૂકી પાણી ગરમ કરી રહી હતી. જે બાદ પાણી ગરમ થયું છે કે કેમ તેની તપાસ માટે પાણીની ડોલમાં હાથ નાખતા હીટરમાં ફોલ્ટ હોવાથી કિશોરીને કરંટ લાગતા પટકાઈ હતી. જે બાદ ઘરના સભ્યો દોડી આવ્યા હતા. પરિવાર દ્વારા કિશોરીને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવતા ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. જે બાદ કિશોરીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તરુણીનાં મોતથી પરિવારમાં શોક ફેલાયો છે હાલ જેતપુર પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!