અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : નકલી સિંચાઈ કચેરી મામલે ધવલસિંહ ઝાલાનું નિવેદન : દૂધનું દૂધ અને પાણીનું પાણી નિશ્ચિત છે
કથિત નકલી સિંચાઈ કચેરી ઝડપાવાનો મામલે તપાસ સમિતિ દ્વારા જે તપાસ અંગેનો અહેવાલ બે મહિના પછી DDO ને બંધ કવરમાં આપ્યો હતો અને ત્યારે બાદ DDO દ્વારા આ અહેવાલ ને સરકારમાં સુપ્રત કરેલ છે તે અંગેની માહિતી સામે આવી હતી નકલી કચેરીના તપાસના અહેવાલ બાદ અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની પ્રતિક્રિયા સામે આવી હતી અને જણાવ્યું હતું કે સરકારી તંત્ર પર વિશ્વાસ છે, તપાસ સમિતિ પર પણ વિશ્વાસ આમાં જેની સંડોવણી હશે એ ચોક્કસ બહાર આવશે ઉપરાંત સત્ય જે હશે એ ઉજાગર થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો ટૂંક સમયમાં નકલી કચેરીમાં જેની સંડોવણી હશે તેની પર સરકાર કાર્યવાહી કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું નિશ્ચિત તેમ બાયડના ધવલસિંહ ઝાલા એ નિવેદન આપતા જણાવ્યું હતું