HALOLPANCHMAHAL

હાલોલ:નારાયણ ધામ તાજપુરા ખાતે ગુરુપૂર્ણિમા ને લઇ બ્રહ્મલીન પ. પૂ.નારાયણ બાપુના દોઢ લાખ ઉપરાંત ભક્તો દર્શનાર્થે તેમજ ગુરુવંદના કરવા ઉમટયા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૩.૭.૨૦૨૩

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના નારાયણ ધામ તાજપુરા ખાતે આજે ગુરુપૂર્ણિમાને લઇ બ્રહ્મલીન પ.પૂ.નારાયણ બાપુના દોઢ લાખ ઉપરાંત ભક્તો દર્શનાર્થે તેમજ ગુરુ વંદના કરવા ઉમટી પડ્યા હતા.જેને લઇ આજે વહેલી સવાર થી નારાયણધામ તાજપુરા ને જોડતા તમામ માર્ગો પર નારાયણ ભક્તો નું કીડીયારૂ ઉભરાયું હોય તેમ લાગી રહ્યું હતું. અને માર્ગની ચારે તરફ નારાયણ બાપુ કી જય ના ગગન ભેદી નારાઓ સંભળાતા હતા.નારાયણ ધામ તાજપુરા ખાતે બ્રહ્મલીન પ.પૂ.નારાયણ બાપુના અનુયાયીઓ બહોળો વર્ગ છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ ના અનુયાયીઓ મોટા પ્રમાણમાં છે.જેને લઇ પરપ્રાંતીય ભક્તો ગુરુપૂર્ણિમા ની આગલી રાત થી જ તાજપુરા તરફ આવવા માંડ્યા હતા.ભક્તોમાં આજે ગુરુ પૂર્ણિમાના રોજ ગુરુ વંદના કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.જ્યારે ગુરુ પૂર્ણિમાને લઈને શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તેમજ ગૌશાળા દ્વારા ગુરુપૂર્ણિમા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ.પૂ.બાપુ ની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ અભિષેક કરવામાં આવ્યો હતો.ત્યારબાદ પૂ. બાપુજીને પાલખી યાત્રા મંદિર પરિસર ખાતે ભક્તોની ભવ્ય હાજરીમાં નીકળી હતી. પાલખીયાત્રાના દર્શનથી ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. ત્યારબાદ પ્રાર્થના સભામાં પ્રાર્થના કરવામાં આવી હતી.ભક્તો શિસ્ત બદ્ધ રીતે બ્રહ્મલીન પ.પુ. બાપુજીની સમાધિએ શિશ ઝુકાવી ગુરુ વંદના કરી ધન્યતા અનુભવતા હતા.ત્યારબાદ મહાપ્રસાદનો લાખોની સંખ્યામાં ભક્તોએ લાહવો લીધો હતો.જ્યારે લાખોની સંખ્યામાં નારાયણ ભક્તો ગુરુ વંદના કરવા આવવાના હોય પોલીસ દ્વારા ૧ ડી.વાય.એસ.પી, ૩ પી.આઇ, 10 પી.એસ.આઇ.તેમજ અન્ય પુરુષ મહિલા પોલીસ કર્મી કુલ મળી 300 પોલીસ દ્વારા તાજપુરાના માર્ગ પર આવતા બાસ્કા વાસેતી ગોપીપુરા તમામ નાકાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.જ્યારે લાખોની સંખ્યામાં ગુરુ વંદના કરવા આવેલા ભક્તો માટે સવારે ૧૦.૦૦ કલાકે મહાપ્રસાદી શરૂ કરવામાં આવી હતી.જોકે લાખોની સંખ્યામાં ભક્તો ની હાજરીને ધ્યાનમાં લઈને ૩૦૦૦ કીલો ની બુંદી, ૩૦૦૦ કીલો ના ગાંઠીયા, ૨૦૦ કીલો ચોખાનો ભાત,૨૦૦ મણ નુ શાક,૫૦ મન તુવેરની દાળ,૪૦ મણ વાલ બનાવવામાં આવ્યા હતા.જ્યારે મહાપ્રસાદી નિરંતર બપોર બાદ પણ ચાલુ રહેલ હોવાનું જોવા મળતું હતું.જ્યારે ગૌરીવ્રત ચાલતું હોય દર્શને આવનાર કુવારીકાઓ ના ફલાહાર માટે ૫૦૦૦, પેકેટ બટાકાની વેફર, ૭૦ મણ કેળા તેમજ ગાયના ઘીની ૪૦૦ કીલો ની લાપસી મહાપ્રસાદમાં કુવારીકાઓને પીરસવામાં આવી હતી.જ્યારે આજે ગુરુપૂર્ણિમા પર્વને લઈ હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ શ્રી રામજી મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડી પ્રાતઃ સ્મરણીય મહંત શ્રી રામ શરણદાસજી મહારાજ ના ચરણમાં શીશ નમાવી ભક્તોએ ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!