DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Dhoraji: પ્લાસ્ટિકમુક્ત અભિયાનને જન અભિયાન બનાવવા ધોરાજી તાલુકાના ઓસમ ડુંગર અને જાહેર સ્થળોએ શેરી નાટક ભજવાયું
તા.૨૯/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Dhoraji: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા ઠેર ઠેર જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેના અનુસંધાને રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઓસમ ડુંગરની તળેટીએ અને અન્ય જાહેર સ્થળોએ પ્લાસ્ટિકમુક્ત અભિયાન અને મેદસ્વીતામુક્ત અભિયાન વિશે શેરી નાટકો ભજવીને લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શેરી નાટક દ્વારા દૈનિક જીવનમાં પ્લાસ્ટિકના ઉપયોગથી થતાં નુકસાન, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, ઘર અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા, કચરો કચરા પેટીમાં નાખવો, સૂકો અને ભીનો કચરો અલગ રાખવો સહિતના મુદાઓ આવરીને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.