AHAVADANG

ડાંગ જિલ્લાની ગારખડી પ્રા.શાળાના વિજ્ઞાન મોડલની ઝોન કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ ડાંગ જિલ્લાનું 48 મું વિજ્ઞાન પ્રદર્શન -2023-24 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,વઘઈ ખાતે યોજાયુ.જેમા ગારખડી પ્રા.શાળાની “Modern Multipurpose Cleaning M” કૃતિ ઝોન કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી પામતા તમામ શિક્ષકો,પદાધિકારીશ્રીઓ,અધિકારીઓએ બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા.માર્ગદર્શક ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ ગારખડી પ્રા.શાળાની કૃતિ ઝોન  કક્ષા માટે પસંદગી પામતા શાળાના બાળકો તથા શાળા પરિવાર ખૂબજ ગૌરવ ની લાગણી અનુભવે છે.મોડલ બનાવવામાં શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફે પણ ખૂબ સહકાર આપ્યો હતો.આ “Modern Multipurpose Cleaning M” મોડલ ઘર, શેરી,ગામ અને દેશને સ્વસ્છ કરવામાં ખૂબ જ ઉપયોગી બનશે એ માટે કૃતિ બનાવનાર બાળવૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષક સ્વસ્છ ભારત મિશનમાં ભાગીદાર બનવા બદલ ગૌરવ અનુભવી રહ્યા છે. આ પ્રસંગે વધુમાં જિ.પ્રા.શિ.સંઘનાં મહામંત્રી તેમજ માર્ગદર્શક શિક્ષક ચિંતન પટેલે જણાવ્યું કે, ‘ડાંગ જિલ્લાના બાળકોનું શિક્ષણ અને શિક્ષકોનું સંગઠન મારું હૃદય છે આ શિક્ષણ અને સંગઠનરૂપી હૃદયમાં લોહી રેડીને હંમેશા ધબકતું રાખવાનું કાર્ય ચાલું રાખીશું.’..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!