JUNAGADHJUNAGADH CITY / TALUKOUncategorized

જૂનાગઢ શહેરમાં ડામર રોડને નુકશાન કરનાર આશામીને મનપાએ ફટકાર્યો રૂ.૨૦ હજારનો દંડ

જૂનાગઢ શહેરમાં ડામર રોડને નુકશાન કરનાર આશામીને મનપાએ ફટકાર્યો રૂ.૨૦ હજારનો દંડ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ મહાનગર પાલિકા હદ વિસ્તારના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં કે.જે.હોસ્પીટલ પાસે મહાનગર પાલિકા દવારા નવો બનાવવામાં આવેલ ડામર રોડ તોડતા હોવાની માહિતી મનપાને મળતા આ વિસ્તારના સેનેટરી ઈન્સપેકટર વોર્ડ નં.-૫ અમીતભાઈ રાતપીયા તથા વોર્ડ એન્જી. કિશનભાઈ રામાણીભાઈ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરતા દિક્ષા કોમ્પલેક્ષના રહેવાસી સંજયભાઈ બાપોદરા તથા અન્ય દ્વારા કોમ્પલેક્ષના ગટરનું કનેકશન મહાનગર પાલિકાની કોઈ પણ જાતની મંજુરી વિના ૭ થી ૮ ફુટ જેટલો નવો રોડ ખોદી મહાનગર પાલિકાની ગટર સાથે જોડાણ કરવામાં આવતા વોર્ડના સ્થાનીક કોર્પોરેટરની રૂબરૂમાં ફરીવાર આ પ્રકારનો ગુનો ન કરવાની તાકીદ સાથે રૂા.૨૦,૦૦૦/- દંડ વસુલ કરવામાં આવ્યો.
તેમજ મહાનગર પાલિકા દ્વારા શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે શહેરમાં લોકોની સુખાકારી માટે આપવામાં આવતી સુખ સુવિધામાં મહાનગર પાલિકાની મંજુરી વિના નુકશાન પહોંચાડવામાં આવશે તો તેઓને ગુનેગાર ગણી અને નિયમોનુંસાર દંડ / કાર્યવાહિ હાથ ધરવામાં આવશે જેની સબંધકર્તાઓને નોંધ લેવા જાણ કરવામાં આવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!